Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેક પેટીએમ એપ્લિકેશનથી છેતરપિંડી:પિતાજી હોસ્પિટલમાં દાખલ છે અને ATM કાર્ડ ખરાબ થઈ ગયું છે કહી ઠગાઈ, આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

    10 hours ago

    વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભા રહી પિતા હોસ્પિટલમાં દાખલ હોવાનું ખોટું બહાનું બતાવી, નકલી પેટીએમ (Paytm) એપ મારફતે ઓનલાઇન નાણાં જમા થયાનો મેસેજ બતાવી સામેની વ્યક્તિ પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો. આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળાલી ચોક્કસ બાતમીના આધારે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ SBI એટીએમ નજીકથી આરોપી સાહિલ જાફરભાઈ શેખ (ઉં.વ. 27, રહે. બદ્રી મહોલ્લા, વાડી, વડોદરા) ને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ₹500ના દરની 16 ચલણી નોટો (રૂ.8,000 રોકડા) અને 1 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. ગત 16 ઓગસ્ટના રોજ હરણી રોડ પર આવેલ એટીએમ નજીક એક નાગરિક સાથે રૂ.8,000 ની છેતરપિંડી આચરી હતી, જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સોંપાયો છે. નકલી એપ અને હોસ્પિટલનું બહાનું પોલીસ તપાસમાં આરોપીના મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ મારફતે મેળવેલી નકલી પેટીએમ એપ મળી આવી હતી. આરોપી એટીએમ મશીનમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતો હતો. તે "પોતાના પિતા હોસ્પિટલમાં છે અને એટીએમ કાર્ડ ચાલતું નથી" તેમ કહી સામે વાળાનું સ્કેનર માંગી પોતાની નકલી એપમાં પ્રોસેસ કરી પૈસા ટ્રાન્સફર થઈ ગયાનો બોગસ મેસેજ બતાવતો હતો અને બદલામાં રોકડ રકમ લઈ લેતો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ જ રીતે 3 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી હોવાની વિગતો ખુલી છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલો આરોપી સાહિલ શેખ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વાડી પોલીસ સ્ટેશનમાં સગીરાની છેડતી કરવાનો તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    CBI કોર્ટે ત્રણ વર્ષ કેદની સજા ફટકારી:ઈન્કમ ટેક્સ ઓફિસર એક ટ્રસ્ટને કર મુક્તિના પ્રમાણપત્ર આપવા 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
    Next Article
    તાપીમાં 3700થી વધુ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ:વ્યારામાં ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન, સરકારી યોજનાની ટેલિફિલ્મ બતાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment