Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત @ 2047’ પર રાષ્ટ્રીય સેમિનાર:350થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો, યુવાનોની ભૂમિકા પર ચર્ચા

    10 hours ago

    ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત @ 2047માં યુવાનોની ભૂમિકા’ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. 350થી વધુ અધ્યાપકો-વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. આ સેમિનાર ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ-2026ના ભાગરૂપે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર અને KCG દ્વારા યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયાએ કહ્યું, 2047નું ભારત યુવાનો નક્કી કરશે. તેમણે યુવાનોને રાષ્ટ્રની જરૂરિયાત મુજબ સંશોધન કરવા કહ્યું. ત્રિભુવન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. એસ.પી. સિંઘે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ, નવી ટેકનોલોજી અપનાવવા આગ્રહ કર્યો. GTU અમદાવાદના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. રાજુલ કે. ગજ્જરે ભારતીય જ્ઞાન પરંપરાની ઉપયોગિતા જણાવી. વક્તાઓએ યુવા સશક્તિકરણ, શિક્ષણમાં ઇનોવેશન અને વિકસિત ભારતના લક્ષ્યો પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. દેહિન ભગતે સંચાલન કર્યું. રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી, KCGના જોઈન્ટ CEO ડૉ. યોગેશ યાદવ અને કન્વીનર પ્રો. ડૉ. જીજ્ઞેશ પી. રાવલના માર્ગદર્શન હેઠળ આયોજન થયું.
    Click here to Read More
    Previous Article
    અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે 13 લાખ મુસાફરોને લાભ લીધો:30 હજાર એક્સ્ટ્રા ટ્રીપોથી એસટી નિગમને 9.51 કરોડની આવક થઈ
    Next Article
    NDTV Yuva 2026: Fatima Sana Shaikh Reacts To 570% Hike In Entertainment Tax For AC Multiplexes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment