Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે 13 લાખ મુસાફરોને લાભ લીધો:30 હજાર એક્સ્ટ્રા ટ્રીપોથી એસટી નિગમને 9.51 કરોડની આવક થઈ

    9 hours ago

    અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે જેમાં અનેક શ્રદ્ધાળુઓ અંબેમાના દર્શને જતા હોય છે. ઘણા લોકો પગપાળા યાત્રા પણ કરતા હોય છે. ત્યારે જે લોકો ટ્રાવેલ કરીને અંબાજી જાય છે તેવા માટે એસ ટી નિગમ દ્વારા 6000 એક્સ્ટ્રા બસો અને 30 હજાર ટ્રીપોનું આયોજન કર્યું હતું. આ વર્ષે 13 લાખ યાત્રાળુઓએ લાભ લીધો હતો. તેનાથી એસટી નિગમને 9.51 કરોડની આવક થઈ છે. 4000થી વધુનો સ્ટાફે 24 કલાક ખડેપગે સેવા આપી ગયા વર્ષે 2025માં એસટી નિગમે 4700 બસો દ્વારા 28,506 એક્સ્ટ્રા ટ્રીપો યોજીને 13.09 લાખ દર્શનાર્થીઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે વધારાના ધસારાને પહોંચી વળવા પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના 4000થી વધુ અધિકારીઓ, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ 24 કલાક ખડેપગે સેવા આપી હતી. અંબાજી ખાતે પણ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. સ્થાનિક પરિવહન માટે ગબ્બરથી અંબાજી RTO વચ્ચે 18 બસો જેમાં 10 મિની, 8 મોટી અને આબુરોડથી અંબાજી વચ્ચે 10 મોટી બસો કાર્યરત કરાઈ હતી. આ ઉપરાંત અંબાજીને અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર, ઈડર, શામળાજી અને દાંતા જેવા મોટા રૂટો સાથે જોડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાગડાખુર્દમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી સરળતાથી પહોંચાડવા કામગીરીની માહિતી મેળવી
    Next Article
    ગોધરા યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત @ 2047’ પર રાષ્ટ્રીય સેમિનાર:350થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો, યુવાનોની ભૂમિકા પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment