Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'સેવા જ્યોતિ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:પ્રભારી મંત્રી દર્શના વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં, 'વિકસિત ભારત@2047'નો સામૂહિક સંકલ્પ લેવાાયો

    6 days ago

    સુરેન્દ્રનગરના વઢવાણ APMC ખાતે 'સેવા જ્યોતિ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની હાજરીમાં આ 'સેવા સંકલ્પ અભિયાન-2026'નો ભાગ હતો. મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સુશાસનની ઉજવણી માટે 'સેવા સંકલ્પ અભિયાન' 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલી રહ્યું છે. વડાપ્રધાને વિકાસની રાજનીતિ સ્થાપિત કરી છે. નર્મદા-સુજલામ સુફલામ યોજનાથી કચ્છ સુધી પાણી પહોંચાડાયું. 108 એમ્બ્યુલન્સ અને 'શાળા પ્રવેશોત્સવ' જેવા અભિયાનથી આરોગ્ય-શિક્ષણમાં બદલાવ આવ્યો. રક્ષા અને ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ સ્થપાઈ. વડાપ્રધાનના શાસનમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. કોરોના સમયે સ્વદેશી રસી અને 80 કરોડ લોકોને મફત અનાજ અપાયું. સરકારી યોજનાનો પૂરેપૂરો રૂપિયો સીધો લાભાર્થીના ખાતામાં જમા થાય છે. 'વિકસિત ભારત@2047' માટે સંકલ્પ લેવાયો. પ્રભારી મંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા સેવાકીય કાર્યો અને ‘આશીર્વાદનો દીવડો’ જેવા કાર્યક્રમોને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ સુરેન્દ્રનગરની સમગ્ર ટીમ, વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સેવા સંકલ્પ અભિયાનના ઈન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા અને અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. વંદે માતરમ્ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા વર્ષ 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ અર્થે 'વિકસિત ભારત@2047'નો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સેવા જ્યોતિ પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે 'રાષ્ટ્ર કે રંગ, સેવા કે સંગ' અન્વયે આયોજિત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધામાં વિજેતા કૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ રાજેશ શુક્લા, સાંસદ ચંદુ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, સર્વે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, પી. કે. પરમાર, મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, કમિશનર જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાવેશ દવે સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ, સંતો - મહંતો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના દડવા ખાતે ફૂડ લાયસન્સ કેમ્પ યોજાયો:12 વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટનું વિતરણ કરાયું
    Next Article
    इराक़ में लाखों लोग ख़ामेनई के जनाज़े में शामिल हुए, युद्ध के लिए तैयार होने लगे ईरान-US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment