Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયાદશમી પર્વે લીમખેડા પોલીસ મથકે શસ્ત્રપૂજન કરાયું:ASP કરણ પન્ના, PI એસ.બી. સોલંકી અને સ્ટાફની હાજરીમાં હથિયારો-વાહનોનું વિધિવત પૂજન થયું

    4 days ago

    વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વે લીમખેડા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો. પોલીસ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી હથિયારોનું પૂજન કરાયું. આ તહેવાર અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પ્રતીક છે. આ પૂજા લીમખેડા ASP કરણ પન્નાની હાજરીમાં થઈ. તેમની સાથે PI એસ.બી. સોલંકી, પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ પણ જોડાયા. પોલીસ મથકના શસ્ત્રાગારમાંથી નાના-મોટા આધુનિક હથિયારો, રાઇફલ્સ, રિવોલ્વર, પિસ્તોલ અને લાઠીઓ બહાર લાવીને ગોઠવવામાં આવ્યા. પંડિતે મંત્રોચ્ચાર સાથે ચંદન, કંકુ, તિલક અને પુષ્પમાળા અર્પણ કરી પૂજન કર્યું. હથિયારો સાથે પોલીસના વાહનોને પણ સાફ કરીને શણગારવામાં આવ્યા. વાહનપૂજન કરીને શ્રીફળ વધેરવામાં આવ્યું. હાજર તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફે આરતી કરી. જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી. અધિકારીઓએ સ્ટાફને વિજયાદશમીની શુભેચ્છાઓ આપી. પૂજા પછી કર્મચારીઓને મીઠાઈ વહેંચીને પર્વની ઉજવણી કરાઈ.
    Click here to Read More
    Previous Article
    BJPનો દાવો- રાહુલ ગાંધી વિયેતનામ ગયા:ફ્લાઇટનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- જૂઠ્ઠાણું ફેલાવતા-ફેલાવતા થાકી ગયા; કોંગ્રેસે કહ્યું- બીજા લોકો પણ વિદેશ જાય છે
    Next Article
    કપૂરજી ઠાકોર અને દિનેશભાઈ ભીલનો નિવૃત્તિ સન્માન સમારોહ:પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં યોજાયો, કપૂરજીએ ₹1.51 લાખનું અનુદાન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment