Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશામાં ધૂત ASIએ BRTSને જોરદાર ટક્કર મારી:કારમાંથી વરદી અને દારૂની બોટલ મળી, સુરતમાં કાયદો-વ્યવસ્થા રામ ભરોસે

    1 day ago

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. દારૂના નશામાં ધૂત એક પોલીસકર્મીએ પોતાની સ્વિફ્ટ કાર પુરપાટ ઝડપે દોડાવીને આગળ જતી BRTS બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ ASIને બોલવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ પોલીસકર્મી જાહેરમાં લવારા કરવા લાગ્યો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો બધો નશામાં ચૂર હતો કે અકસ્માત કર્યા પછી પણ તેને કોઈ ભાન નહોતું. તે કારમાંથી જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતાં લોકો અને સ્થાનિક રહીશોના મોટા ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસ જવાન સતત એક જ રટણ કરતો હતો કે હું કોન્સ્ટેબલ નથી,તૈયાર છું. સ્વિફ્ટ કારમાંથી મળી પોલીસની વર્દી, દારૂની બોટલ અને ગ્લાસ ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર (GJ-05-JN-9127)ની અંદર તપાસ કરી ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર અજયભાઈ એચ. પટેલ, એ.એસ.આઈ., પો.નં 2559, સુરત શહેર લખેલું હતું. એટલું જ નહીં, કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો. બીજો કોઈ બાઈક સવાર હોત તો જીવ ગયો હોત ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં ધૂત થઈ રસ્તા પર નીકળશે, તો જનતાએ સુરક્ષા માટે કોની પાસે જવું? ગાડીની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જો બસની જગ્યાએ કોઈ બાઇકચાલક હોત તો તેનો જીવ ચાલ્યો ગયો હોત. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત બાદ બસ ડ્રાઇવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક ઘટનાસ્થળેથી રવાના કરી દેવાયો હતો, જેથી મામલો વધુ ન બગડે. 5 વર્ષથી હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવે છે અજય પટેલ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અકસ્માત કરનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે અને તે અકસ્માત સમયે નશાની હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા 5 વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલમાં ઉમરા પોલીસે નશાખોર ASI અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ તથા અકસ્માત અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાને પગલે સુરત પોલીસની છબી ખરડાઈ છે અને લોકો કાયદાના પાલન કરાવનારાઓની આવી કરતૂતો પર ફિટકાર વરસાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધર્મસેના પ્રમુખે કહ્યું- ચંપત રાય મંદિરની શિલાઓ પણ ખાઈ ગયો:તેની ફરિયાદ પૂર્વ PM વાજપેયી સુધી પહોંચી હતી, રામમંદિરના સેવાદાર કેડી તિવારી બોલ્યા- હું ચોર નથી; પુત્રોની કમાણીથી પ્રોપર્ટી ખરીદી છે
    Next Article
    લવજીભાઈ વાદીએ 92 વર્ષીય ગુરુ સહિતનું સન્માન કર્યું:ગુરુ વંદના કાર્યક્રમ શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment