Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવે પોલીસના ASI સસ્પેન્ડ, ગૂમ બાળક મામલે બેદરકારી નડી:ગોદડુ ઓઢી સુતા સુતા કામિની મારણકાએ કહ્યું -'24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો'

    एक दिन पहले

    રાજકોટમાં રેલ્વે સ્ટેશન પરથી બાળક ગુમ થતા તેના મામા ફરિયાદ કરવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જો કે તે સમયે ફરજ પરના મહિલા ASI કે જેઓ PSO છે તે કામિનીબેન મારણકા ગોદડુ ઓઢી સુતા હતા અને 24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો તેવો જવાબ આપ્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ બાળક તો પોલીસે શોધી લીધો છે. જોકે ગંભીર બેદરકારી બદલ પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણીયા દ્વારા મહિલા ASIને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો વાયરલ રાજકોટ રેલવે સ્ટેશન પરથી 21 નવેમ્બરની વહેલી સવારે 12 વર્ષનો કિશોર અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હોવાની ઘટના સામે આવી. કિશોરે અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું પરિવારને જણાવ્યું હતું. બીજી તરફ પરિવારજનો ફરિયાદ કરવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચતા ફરજ પરના મહિલા PSOએ ગોદડું ઓઢીને સૂતા-સૂતા 24 કલાક રાહ જોવાનું કહેતા પરિવારમાં રોષ ફેલાયો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પાણી ભરાયેલા રસ્તા પર બાઇક સ્લીપ થતાં એકનું મોત:પરશુરામ ભઠ્ઠા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, અચાનક બ્રેક મારતાં બાઇક સ્લીપ થતાં યુવકે જીવ ગુમાવ્યો, પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
    Next Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 104મું સફળ અંગદાન:ઝારખંડના યુવાનના અંગદાનથી 3 જરૂરિયાતમંદોને મળશે નવજીવન, બે કિડની અને એક લીવરનું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment