Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 104મું સફળ અંગદાન:ઝારખંડના યુવાનના અંગદાનથી 3 જરૂરિયાતમંદોને મળશે નવજીવન, બે કિડની અને એક લીવરનું દાન

    1 day ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતા અને સેવાની મહાન મિસાલ બની છે, જ્યાં 104મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ ઝારખંડના નિવાસી અને હાલ સુરતના અંત્રોલી વિસ્તાર નજીક રહેતા તેમજ લાકડાની ફેક્ટરીમાં કામ કરતા 32 વર્ષીય યુવાન મંગુરુ રામના પરિવારે અત્યંત કપરા અને દુઃખદ સમયે પણ અંગદાન જેવો મહાન નિર્ણય લઈને સમાજને નવી દિશા આપી છે. પોતાનો સ્વજન ગુમાવવાની અસહ્ય વેદના વચ્ચે પણ પરિવારજનોએ બતાવેલી આ સમજદારી અને સંવેદનશીલતાને કારણે અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાનો માર્ગ મોકળો થયો છે. યુવકને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા અને અંત્રોલી વિસ્તારમાં રહીને લાકડાની ફેક્ટરીમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય યુવાનને અચાનક ઘરે ચક્કર આવ્યા હતા અને તેઓ પડી ગયા હતા. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર અને જરૂરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર સ્થિતિને કારણે તબીબી તપાસ બાદ તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોતાના યુવાન સભ્યની આવી સ્થિતિ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને વાતાવરણ શોકમય બની ગયું હતું. પરિવારે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો આ કટોકટીની પળોમાં નવી સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ અને કાઉન્સેલિંગ ટીમ દ્વારા શોકગ્રસ્ત પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેનાથી અન્ય લોકોના જીવ બચવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન ટીમના સભ્યોએ પરિવારને જણાવ્યું કે બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવાથી કિડની કે લીવર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓને નવું જીવન મળી શકે છે. પોતાના સ્વજનના નિધનના આઘાત વચ્ચે પણ પરિવારજનોએ ઊંડી સંવેદના દાખવીને અંગદાન માટે સંમતિ આપી હતી અને અંગદાન કરવાનો મહાન સંકલ્પ કર્યો હતો. બે કિડની અને એક લીવરનું દાન પરિવારની સંમતિ મળ્યા બાદ જરૂરી તબીબી પ્રક્રિયા અને કાયદેસરની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને યુવાનના શરીરમાંથી બે કિડની અને એક લીવરનું દાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ અંગોને જરૂરિયાતમંદ દર્દીઓના પ્રત્યારોપણ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ પ્રશાસન, તબીબો, કાઉન્સેલરો અને અંગદાન સાથે જોડાયેલી સંસ્થાઓના સંકલનથી આ 104મું અંગદાન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. યુવક લાકડાની ફેક્ટરીમાં કામ કરતો અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શોકગ્રસ્ત પરિવારજનો પોતાના સ્વજનનો પાર્થિવ દેહ લઈને અંતિમવિધિ માટે પોતાના વતન ઝારખંડ જવા રવાના થયા હતા. વતન પરત ફરી રહેલા પરિવારની આ સેવાભાવના અને ત્યાગની સૌ કોઈએ સરાહના કરી હતી.આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના કાર્યકર ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે, આજ રોજ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે 104મું અંગદાન થયું છે. ઝારખંડના નિવાસી અને સુરત અંત્રોલી પાસે લાકડાની ફેક્ટરીમાં કામ કરતા 32 વર્ષના યુવાનને ચક્કર આવવાને કારણે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓનું બ્રેઈન ડેડ થવાને કારણે તબીબી અને કાઉન્સેલિંગ ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. પરિવારજનોએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો જેને કારણે બે કિડની અને એક લીવર પ્રાપ્ત થયું, જે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. આ પરિવારને હું નતમસ્તક વંદન કરું છું; આ ખૂબ કપરો નિર્ણય હતો અને મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થયેલું આ 104મું અંગદાન દર્શાવે છે કે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે અને મુશ્કેલ સમયમાં પણ લોકો અન્યના જીવ બચાવવા આગળ આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવે પોલીસના ASI સસ્પેન્ડ, ગૂમ બાળક મામલે બેદરકારી નડી:ગોદડુ ઓઢી સુતા સુતા કામિની મારણકાએ કહ્યું -'24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો'
    Next Article
    Jurel Pulls Off Stunning One-Handed Catch, But India Left Sweating. Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment