Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ APMC જતા ખેડૂત પુત્ર મયુર પટેલ ડિટેઈન:ખેડૂતોને ન્યાય અપાવવા APMC પહોંચવાની જાહેરાત કરી હતી, ચેરમેને આક્ષેપો નકાર્યા

    2 days ago

    બોટાદ APMC ખાતે સોશિયલ મીડિયા પર સક્રિય ખેડૂત પુત્ર મયુર પટેલના આગમન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોને ન્યાય અપાવવા APMC પહોંચવાની જાહેરાત મયુર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. જોકે, તેઓ APMC પહોંચે તે પૂર્વે જ પોલીસે તેમને રસ્તામાંથી ડિટેઈન કરી લીધા હતા. APMCમાં કથિત કડદાનો મામલો અને આક્ષેપો મયુર પટેલે બોટાદ APMCમાં ખેડૂતો સાથે કડદાના કથિત મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમજ વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થવાનો આક્ષેપ કર્યો હતો. આ જ મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે તેમણે બોટાદ આવવાની જાહેરાત કરી હતી. પાળીયાદ પોલીસે સુરક્ષાના કારણોસર તેમને ડિટેઈન કર્યા છે, પરંતુ આ બાબતે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ચેરમેન ડી.એમ. પટેલનું નિવેદન બોટાદ APMCના ચેરમેન ડી.એમ. પટેલે મયુર પટેલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે APMCમાં કપાસ સહિતની તમામ ખેત જણસીઓના ભાવ સારા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખુશ છે. ચેરમેને વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક લેભાગુ તત્વો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે APMCની છબી ખરાબ કરવાનો અને સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં APMC ખાતે ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારનો કડદો થતો નથી, ભૂતકાળમાં આવી સમસ્યાઓ હતી જે હવે દૂર થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં દબાણ હટાવ કામગીરીથી ગરીબ શ્રમિકો મુશ્કેલીમાં:96 લારી-દુકાનો જપ્ત કરાઈ, PM સ્વનિધિ લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા
    Next Article
    અરવલ્લીના પ્રશ્નોના સમાધાન માટે કલેક્ટર શ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી:રોડ, ઓવરબ્રિજ, શાળા ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ, અધિકારીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment