Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા વર્ષના મુહૂર્તે હિંમતનગર APMCમાં મગફળીની 7 હજાર બોરીની આવક:ગુણવત્તા મુજબ ખેડૂતોને રૂ.1,300થી રૂ.2,174 સુધીના ભાવ મળ્યા; ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 7.60 લાખ બોરીની આવક નોંધાઈ

    6 घंटे पहले

    દિવાળી બાદ નવા વર્ષના પ્રથમ દિવસે હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની હરાજીનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતો દ્વારા વેચાણ માટે અંદાજે 7 હજાર બોરી મગફળી લાવવામાં આવી હતી. મગફળીની ગુણવત્તા મુજબ રૂ.1,300થી રૂ.2,174 સુધીના ભાવ બોલાયા હતા. નવા વર્ષના પ્રારંભે નોંધપાત્ર આવક અને સારા ભાવ મળતાં ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં 7.60 લાખ બોરીની આવક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલુ મગફળીની સિઝનમાં સારી આવક નોંધાઈ રહી છે. ગત 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી મગફળીની આવક 7 નવેમ્બર સુધીમાં કુલ 7 લાખ 60 હજાર 600 બોરીએ પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન મગફળીના ભાવ રૂ.1,300થી રૂ.2,200 સુધી રહ્યા હતા. ખેડૂતોને ભાવમાં વધુ તેજીની આશા નવા વર્ષના મુહૂર્તે પણ 7 હજાર બોરી મગફળીની આવક નોંધાવા સાથે ગુણવત્તા પ્રમાણે સારા ભાવ મળ્યા છે. હાલ બજારમાં મગફળીની આવક અને ભાવની સ્થિતિને જોતા આગામી દિવસોમાં મગફળીના ભાવમાં વધુ તેજી આવે તેવી આશા ખેડૂતો અને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'કોળી સમાજના CM હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો:માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
    Next Article
    વલસાડ એસટી વિભાગને દિવાળીનું વેકેશન ફળ્યું:600 વધારાની ટ્રીપથી રૂ.45 લાખની આવક; મુસાફરોની સંખ્યા 18 હજારથી વધીને 62 હજાર થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment