Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ એસટી વિભાગને દિવાળીનું વેકેશન ફળ્યું:600 વધારાની ટ્રીપથી રૂ.45 લાખની આવક; મુસાફરોની સંખ્યા 18 હજારથી વધીને 62 હજાર થઈ

    6 घंटे पहले

    દિવાળી વેકેશનમાં વલસાડ એસટી વિભાગે 600 વધારાની ટ્રીપ દોડાવી અને રૂ.45 લાખની વધારાની આવક મેળવી હતી. ગત વર્ષે 18 હજાર મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરી હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા 62 હજારથી વધુ થઈ છે. વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એસ.પી. માત્રોજાના જણાવ્યા મુજબ, મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી. ગત વર્ષે દિવાળી દરમિયાન રૂ.13 લાખની આવક થઈ હતી. આ વર્ષે વધારાની ટ્રીપના સંચાલનથી રૂ.45 લાખની વધારાની આવક મળી. ગત વર્ષે બસોએ 32 હજાર કિમીનું અંતર કાપ્યું હતું. આ વર્ષે કુલ 1.77 લાખ કિમીનું સંચાલન થયું છે, એટલે કે 1.44 લાખ કિમીનો વધારો થયો છે. પ્રતિ કિમી આવક રૂ.33થી વધીને રૂ.40 થઈ છે. આ વર્ષે વિભાગમાં લગભગ 90 ટકા નવી બસો સામેલ થઈ છે. ગત વર્ષની સરખામણીએ બસોની સંખ્યા પણ 200 વધી છે. દિવાળી દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાં ભાડાં વધતાં એસટી નિગમે નિયમિત ભાડે મુસાફરીની સુવિધા આપી હતી. બસોની સ્વચ્છતા, સમયપાલન અને નવી બસોને કારણે મુસાફરોનો એસટી તરફનો ઝુકાવ વધ્યો છે. હાલમાં મુસાફરોની જરૂરિયાત મુજબ દાહોદ, ઝાલોદ, ગોધરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. વેકેશન પૂરું થાય ત્યાં સુધી વધારાની ટ્રીપ ચાલુ રહેશે. વાપીથી આમરણ વચ્ચે પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી નવી સ્લીપર કોચ બસને 100 ટકા પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં નવા રૂટ શરૂ કરવાનું પણ આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    નવા વર્ષના મુહૂર્તે હિંમતનગર APMCમાં મગફળીની 7 હજાર બોરીની આવક:ગુણવત્તા મુજબ ખેડૂતોને રૂ.1,300થી રૂ.2,174 સુધીના ભાવ મળ્યા; ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 7.60 લાખ બોરીની આવક નોંધાઈ
    Next Article
    Lakhs spent on removing the foam on Yamuna. Here’s why that won’t clean the river

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment