Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ‎:આ વર્ષે હોળી જતાં જ વ્યારા APMCમાં‎સપ્તાહમાં જ કેરીની 5થી 7 ટન આવક શરૂ‎

    8 hours ago

    વ્યારા એપીએમસી માર્કેટમાં હોળી પર્વ પછી કેરીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. કેરીની સિઝનના શરૂઆતના દિવસોમાં માત્ર 100થી 200 કિલો જેટલી કેરી આવતી હતી, પરંતુ હાલ એક જ સપ્તાહમાં અંદાજે 5થી 7 ટન સુધી કેરી માર્કેટમાં આવી રહી છે, જેના કારણે બજારમાં ચહલપહલ વધતી જોવા મળી રહી છે. હાલ ચાર જેટલી જાતની કેરીઓનું આગમન થઈ રહ્યું છે. સાથે 20 કિલોના 800થી લઈને 1000 સુધી ભાવ આવી રહ્યો છે. વ્યારા એપીએમસી માર્કેટમાં હાલ મુખ્યત્વે દેશફળ, ટોટાપુરી, રાજાપુરી અને કેસર જાતની કેરીઓનું આગમન થઈ રહ્યું છે. વેપારીઓના મતે, આ સીઝનની શરૂઆત છે. તેથી હજી પૂરતી આવક શરૂ થઈ નથી, છતાં માર્કેટમાં ગ્રાહકો અને વેપારીઓ બંનેમાં કેરી ખરીદી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ કેરીના ભાવ ઓછા ચાલી રહ્યા છે, પરંતુ ગુણવત્તા મુજબ વેપાર સારો થઈ રહ્યો છે. વેપારીઓ કહે છે કે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ કેરીની આવકમાં વધારો થશે અને ભાવમાં પણ સ્થિરતા આવશે. હાલમાં નજીકના તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓમાંથી કેરી વ્યારા માર્કેટમાં આવી રહી છે. ખેડૂતો માટે એપીએમસી માર્કેટ સારો વિકલ્પ બની રહ્યો છે કારણ કે તેઓને સીધી બજારમાં આવક વેચવાની તક મળી રહી છે. સાથે જ હરાજી પદ્ધતિથી યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ વેપારીઓને પણ એક જ સ્થળે વિવિધ જાતની કેરી સરળતાથી ઉપલબ્ધ થવાથી ખરીદી પ્રક્રિયા સહેલી બની છે. માર્કેટમાં વહેલી સીઝનની કેરી હોવા છતાં વેપાર સક્રિય જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં કેરીની આવક વધતા વ્યારા APMC માં વધુ ગતિ આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન, ફ્લાવરિંગ, સંભાળથી સારો પાક તાપીમાં કેટલાક વિસ્તારોમાં વર્ષે કેરીના પાકમાં સારો ઉતાર છે. અનુકૂળ હવામાન અને યોગ્ય સંભાળના કારણે સારુ ફ્લાવરિંગ અને ઉત્પાદન વધ્યું છે. કેરીનો ઉતાર સારો રહેશે. બજારમાં પણ સારી માંગ રહે હાલ કેરીનો ઉતાર ધીમે ધીમે થઈ રહ્યો છે. અશેષભાઈ ભક્તા, ખેડૂત સમાજ આગેવાન વેપારીઓ અને ખેડૂતો માટે વ્યારા એપીએમસી સુવિધાજનક કેન્દ્ર છે. એક જ સ્થળે કેસર, ટોટાપુરી, રાજાપુરી સહિત વિવિધ કેરી ઉપલબ્ધ હોવાથી પસંદગી સરળ બને છે. ગુણવત્તા મુજબ માલ સાથે હરાજીથી પારદર્શક વ્યવહાર થાય છે. મોટા જથ્થામાં કેરી સરળતાથી મળતા વેપારીઓને મદદ મળે છે. > રોબિનભાઇ ગામીત, સેકટરી વ્યારા એપીએમસી
    Click here to Read More
    Previous Article
    PM Modi condemns attack on UAE, discusses navigation via Strait with President Al Nahyan
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દુર્ગંધથી આઝાદી, 10 હજાર લોકોનું ઇ-મેલ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment