Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના APMCમાં ભીષણ આગ લાગી:4થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં 2 કલાક લાગ્યા, વેપારીઓને મોટું નુકસાન

    1 week ago

    કચ્છમાં સતત વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે (9 જૂને) મંગળવારે સવારના સમયે કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં 4થી વધુ દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, ફાયર વિભાગે 2 કાબૂમાં આગને કાબૂમાં લીધી હતી. સવારે આગથી અફરાતફરી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતાં બજારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં માલસામાન બળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી ઘટનાની જાણ થતાં જ ભુજ નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી પાસેની 190 કરોડની જમીનમાં કબજો જમાવ્યો:18 વીઘાના ખોટા દસ્તાવેજો બનાવ્યા, અમદાવાદના ભૂમાફિયા સામે નડિયાદના ખેડૂતે ફરિયાદ નોંધાવી
    Next Article
    KBCમાં ભાગ લેનારના પિતાને પોલીસનો સહયોગ, માર્ગમાં ભોજનની વ્યવસ્થા કરી:ધ્રોલ હાઈવે પર પદયાત્રામાં ભોજન પીરસી માનવતા દાખવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment