Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડામાંથી લાખોના ચરસ સાથે મુંબઈનો શખસ ઝડપાયો:APK ફાઈલથી ₹5.24 લાખની ઓનલાઈન ઠગાઈ અને સગીરાના આપઘાતમાં પ્રેમી સામે ગુનો નોંધાયો

    14 hours ago

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં ગેલેક્સી સિનેમા તરફ જવાના માર્ગ પરથી લાખો રૂપિયાના નશીલા પદાર્થ સાથે એક શખસને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને મુંબઈના સુશીલ શર્મા નામના શખસની અટકાયત કરી હતી. તેની અંગજડતી લેતાં તેની પાસેથી ₹4.78 લાખની બજાર કિંમત ધરાવતો શંકાસ્પદ કેફી પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક એફએસએલ (FSL) ની ટીમને બોલાવી તપાસ કરાવતાં આ જથ્થો શુદ્ધ ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સુશીલ શર્મા આ ચરસનો જથ્થો છેક જમ્મુ-કાશ્મીરથી મેળવીને અમદાવાદ થઈ મુંબઈ લઈ જઈ રહ્યો હતો. મુંબઈના વૈભવ નામના શખસે આ ચરસનો ઓર્ડર આપ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. બેંક કાર્ડ અપડેટ કરવાના નામે APK ફાઈલ મોકલી ₹5.24 લાખ પડાવ્યા સાયબર ગઠિયાઓ દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અજમાવીને ઓનલાઈન છેતરપિંડી આચરવાનો વધુ એક કિસ્સો ચાંદખેડા પોલીસ મથકે નોંધાયો છે. કલોલની એક કોલેજમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકને અજાણ્યા નંબર પરથી બેંક કાર્ડ અપડેટ કરવાનો મેસેજ આવ્યો હતો. ભેજાબાજે મેસેજ સાથે એક બનાવટી APK ફાઈલ મોકલી હતી. યુવકે આ ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કરતાં જ ગઠિયાઓએ તેના સ્માર્ટફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ફોન હેક કરીને ગઠિયાઓએ યુવકના બેંક ખાતામાંથી અનધિકૃત રીતે કુલ ₹5.24 લાખ ઉપાડી લીધા હતા. આ ફ્રોડની જાણ થતાં જ યુવકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો, જેના પગલે પોલીસ તંત્રે ત્વરિત કાર્યવાહી કરીને ₹1.99 લાખ હોલ્ડ કરાવી પરત મેળવી લીધા હતા. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી બાકીની રકમ રિકવર કરવા તેમજ આરોપીઓને ટ્રેસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજપથ હાઈવે સોસાયટીમાં 16 વર્ષીય સગીરાનો આપઘાત શહેરના પોશ ગણાતા એસ.જી. હાઈવે પર આવેલી રાજપથ ક્લબ પાછળની રાજપથ હાઈવે સોસાયટીના એક બંગલાના સર્વન્ટ રૂમમાં રહેતી 16 વર્ષીય સગીરાએ ગત 7મી તારીખે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ સંદર્ભે બોડકદેવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સગીરાને નારણપુરા વિસ્તારના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારો વચ્ચે સહમતી સધાતાં બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આરોપી યુવક અવારનવાર ઝઘડા કરીને સગીરાને મારઝૂડ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ દરમિયાન આરોપીએ સંબંધ બાંધતાં સગીરા ગર્ભવતી પણ બની હતી. યુવકના અસહ્ય ત્રાસ અને દબાણથી કંટાળીને સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવતાં બોડકદેવ પોલીસે આરોપી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CJP કાલે ફરી વિરોધ પ્રદર્શન કરશે:આજે દીપકે સહિત 7000 લોકોની અટકાયત; મેટ્રો સર્વિસ પર પ્રતિબંધ-પોલીસ એક્શનને લઈ રવિવારે સુપ્રીમમાં સુનાવણી
    Next Article
    'તોડપાણીની દુકાનો હવે નહીં ચાલે', સુરતમાં 40000 એમ્બ્રોઇડરી માલિકોનું મહામંથન:8 કલાક કામ અને રજાના મુદ્દે યુનિયનો સામે બાંયો ચડાવી; જૂની પદ્ધતિમાં પગાર વધારવા માલિકો તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment