Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તોડપાણીની દુકાનો હવે નહીં ચાલે', સુરતમાં 40000 એમ્બ્રોઇડરી માલિકોનું મહામંથન:8 કલાક કામ અને રજાના મુદ્દે યુનિયનો સામે બાંયો ચડાવી; જૂની પદ્ધતિમાં પગાર વધારવા માલિકો તૈયાર

    13 hours ago

    સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં છેલ્લા 4 મહિનાથી શ્રમિકો દ્વારા 8 કલાકની નોકરી અને સાપ્તાહિક રજાના કાયદાકીય મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે એન્થમ સર્કલ પાસેના ઇડન ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) દ્વારા 'મહામંથન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સુરતભરમાંથી 35,000થી 40,000થી વધુ મશીન માલિકો એકત્રિત થયા હતા. સભામાં તેજસના કમિટી સભ્ય કરુણેશ રાણપરીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "યુનિયનો દ્વારા કારીગરોને સતત ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે; આ મહામંથન કોઈના શોષણ માટે કે કારીગરોના વિરોધમાં નહીં, પરંતુ કાયદાની સાચી હકીકત લોકો સમક્ષ મૂકવા માટે યોજાયું છે." મહામંથનનો મુખ્ય ઉદ્દેશ્ય: માલિક-કારીગર વચ્ચેની ખાઈ પૂરવી અને સંગઠનની તાકાત વધારવી સુરત જેવા દેશના અગ્રણી ટેક્સટાઇલ હબમાં તેજસ દ્વારા આ મહામંથન યોજવા પાછળનો મુખ્ય આશય છેલ્લા 2 મહિનાથી યુનિયન લીડરોએ ઊભી કરેલી ગેરસમજ દૂર કરવાનો હતો. કરુણેશ રાણપરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરતનો આ ઉદ્યોગ કારીગરો થકી જ ધબકે છે અને કારીગરો વિના મશીનો ચાલી શકે નહીં. મશીન માલિકોનું કરોડોનું રોકાણ અને કારીગરોનો પરિશ્રમ એ 1 રૂપિયાના સિક્કાની 2 બાજુ સમાન છે, જેમાં એકબીજાના સાથ વિના રોજગારી શક્ય નથી. આ મહામંથનનો મૂળ હેતુ કારખાનેદારોને એક તાંતણે બાંધી સરકારી યોજનાઓનો લાભ લેવા, સંગઠન મજબૂત કરવા તેમજ માર્કેટમાંથી ઉઠમણું કરતા ચીટર વેપારીઓ સામે કાયદાકીય રીતે નાણાં ઝડપથી રિકવર કરવાનો માર્ગ મોકળો કરવાનો છે. યુનિયનો પર તોડપાણીનો ગંભીર આક્ષેપ: “રોજગાર બંધ કરાવવા તોડની દુકાનો ખોલી છે” પોતાના સંબોધનમાં કરુણેશ રાણપરીયાએ યુનિયનોની ગતિવિધિઓ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે યુનિયનોએ કારીગરોના કલ્યાણનું જે કામ કરવાનું હોય છે તે તેઓ કરતા નથી. તેના બદલે માત્ર ખોટી અરજીઓ કરીને 'તોડ' કરવા માટેની દુકાનો ખોલી બેઠા છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે તોડપાણીની આ દુકાનો બંધ કરાવવા માટે તેજસ સંગઠન આગામી 365 દિવસ સતત કાર્યરત રહેશે. કારીગરોને મશીન માલિકો રાત્રે કાઢી મૂકે છે તેવા આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે, દરેક ફેક્ટરી અને સોસાયટીઓમાં CCTV કેમેરા લાગેલા છે, જેથી આવા જુઠ્ઠાણાં ફેલાવીને શહેરની ઔદ્યોગિક શાંતિ ડહોળનારા 5-6 તત્વો હવે સફળ નહીં થાય. “નવા નિયમોથી કારીગરોને જ આર્થિક નુકસાન થશે” શ્રમિકોના કામના કલાકો અને રવિવારની સાપ્તાહિક રજા અંગે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતાં રાણપરીયાએ ખુલાસો કર્યો હતો કે, જો કારીગરો લેબર લો મુજબ 8 કલાકની ડ્યુટી અને રજા રાખવા માંગતા હોય તો માલિકોને કોઈ જ વાંધો નથી, પરંતુ આ નિયમો લાગુ થવાથી કારીગરોની આવક ઘટશે અને આર્થિક નુકસાન તેમને જ ભોગવવું પડશે. બીજી તરફ, જો કારીગરો હાલની પ્રણાલી મુજબ કામ ચાલુ રાખવા તૈયાર હોય, તો માલિકો તેમની કુશળતા અને મહેનત પ્રમાણે 500થી 2000 સુધીનો પગાર વધારો આપવા રાજી છે. તહેવારો ટાણે કારીગરો દુર્ગા પૂજા કે દિવાળી ઉજવવા વતન જઈ રહ્યા છે, જેને યુનિયનો જાણીજોઈને 'પલાયન'નું ખોટું નામ આપીને માહોલ ખરાબ કરી રહ્યા છે. પલાયનની અફવાઓ અને ધમકીઓ સામે લાલ આંખ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઉશ્કેરણીજનક પ્રચાર અંગે કડક વલણ અપનાવતા તેમણે જણાવ્યું હતું કે, '150 કા પેટ્રોલ, એક માચીસ કી તીલ્લી' જેવા ધમકીભર્યા મેસેજ મોકલનારા શખ્સોના મોબાઈલ નંબર સાથેની તમામ વિગતો એસોસિએશન પાસે આવી ગઈ છે. આવા તત્વો સામે ઝોન વાઇઝ કાયદાકીય કેસ દાખલ કરીને તેમને જેલભેગા કરવામાં આવશે. માલિકો કોઈ શ્રમિકને ડરાવવા માંગતા નથી, પરંતુ સામેથી કોઈ ધમકાવવા આવશે તો ડરશે પણ નહીં. આ ઉપરાંત યુનિયનો દ્વારા હાઇકોર્ટ જવાની અપાયેલી ચીમકી સામે તેમણે વળતો જવાબ આપ્યો કે ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે; જો યુનિયનો કોર્ટમાં જશે તો તેજસના વકીલો પણ પૂરી તાકાતથી કાયદાકીય લડત આપશે. અર્થતંત્ર બચાવવા અને ઉદ્યોગને સધ્ધર કરવા ‘અમૃતમંથન’ અંતમાં, હડતાળ કે કારખાના બંધ રાખવાની અટકળોને સદંતર નકારતાં કરુણેશ રાણપરીયાએ કહ્યું કે, એસોસિએશને કોઈ બંધનું એલાન કર્યું નથી, કારણ કે ઉત્પાદન ઠપ્પ થવાથી શહેરનું અર્થતંત્ર ખોરવાય છે અને લાખો લોકોની રોજીરોટી છીનવાય છે. આ મહામંથન ઝેર ફેલાવવા માટે નહીં પરંતુ ઉદ્યોગના હિતનું અમૃત કાઢવા માટે યોજાયું હતું. કારખાનેદારો હવે એમએસએમઇ (MSME) નિયમો હેઠળ 40થી 45 દિવસમાં સમયસર પેમેન્ટ મેળવશે, વટાવ આપવાનું બંધ કરશે અને વ્યાજબી ભાવે કામ કરશે. પ્લાસ્ટિકની સાદી ખુરશી પર બેસીને સંઘર્ષ કરતો સામાન્ય મશીન માલિક પણ આર્થિક સદ્ધરતા મેળવીને 1 લાખની ખુરશી પર વટભેર બેસી શકે, એ જ આ સંગઠનનો અંતિમ સંકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    નરોડામાંથી લાખોના ચરસ સાથે મુંબઈનો શખસ ઝડપાયો:APK ફાઈલથી ₹5.24 લાખની ઓનલાઈન ઠગાઈ અને સગીરાના આપઘાતમાં પ્રેમી સામે ગુનો નોંધાયો
    Next Article
    Cafe Owner Dies After Falling From Balcony, Influencer Girlfriend Accused Of Murder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment