Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને APK ફાઇલ મોકલી બેંક-FD તોડી ઠગોએ 8.50 લાખ પડાવ્યા:ઓનલાઇન નંબર મેળવી બેન્કનો સંપર્ક કર્યો, બેંકના અધિકારી તરીકે વાત કરીને ઠગાઈ આચરી

    8 hours ago

    અમદાવાદના એક વૃદ્ધે બેન્કની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા માટે ઓનલાઇન બેન્કનો સંપર્ક કર્યો હતો ત્યારે ઠગોએ બેંકના અધિકારી તરીકે વાત કરીન વૃદ્ધને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા વૃદ્ધના મોબાઇલનો કન્ટ્રોલ ઠગ પાસે જતો રહ્યો હતો. ત્યારબાદ ઠગોએ વૃદ્ધના ખાતામાંથી 8.50 લાખ ઉઠાવી દીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ઠગોએ બેંકના અધિકારી બનીને વૃદ્ધ સાથે વાતચીત કરીને ફસાવ્યા વટવા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નિવૃત જીવન વિતાવે છે. વૃદ્ધને દીકરીની સગાઈ કરાવવાની હોવાથી બેંકની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા વૃદ્ધે ઓનલાઇન બેન્કનો નંબર મેળવીને સંપર્ક કર્યો હતો. ઓનલાઇન નંબર મેળવતા તે નંબર બેન્કનો ન્હોતો પરંતુ ઠગોનો, જેથી ઠગોએ બેંકના અધિકારી બનીને વૃદ્ધ સાથે વાતચીત કરી હતી. વૃદ્ધને બેંકના અધિકારી બનીને APK ફાઇલ મોકલી હતી. Apk ફાઈલથી મોબાઈલનું એક્સેસ ને 8.50 ઉઠાવી લીધા વૃદ્ધે APK ફાઇલ ડાઉનલોડ કરતા તેમના મોબાઇલનું એક્સેસ મેળવું લીધી હતું. મોબાઈલ એક્સેસ મેળવીને બેંકના પાસવર્ડ જાણી લીધા હતા. જે બાદ ઠગોએ વૃદ્ધની જાણ બહાર 2 લાખ રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કરીને 8 લાખ અને બીજા 50 હજાર એમ કુલ 8.50 લાખ ઉઠાવી લીધા હતા. વૃદ્ધને જાણ થતા તેમણે પાસવર્ડ બદલી નાખ્યો હતો.વૃદ્ધે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCB પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો:વાંગધ્રા નજીક જંતુનાશક દવાના બોક્સની આડમાં છુપાવેલો દારૂ મળ્યો, ત્રણની અટકાયત
    Next Article
    Maharashtra Board 12th Result 2026 LIVE: Press Conference Started, HSC Scorecard Shortly At mahahsscboard in, Direct Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment