Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ પર આવેલી APK ફાઈલ ક્લિક કરતા પહેલા સાવધાન:ફાસ્ટેગ APK ફાઈલ ખોલતાં જ મહિલા વેપારીના બેંક ખાતામાંથી 3.89 લાખ ઉપડી ગયા, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    1 day ago

    વડોદરા શહેરમાં સાયબર ઠગબાજોએ હવે FASTag સર્વિસના નામે મોબાઇલ હેક કરી બેંક ખાતાં ખાલી કરી નાંખ્યું છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 53 વર્ષીય મહિલાના વોટ્સએપ પર FASTag Services.apk નામની ફાઈલ મોકલી તેમનો મોબાઇલ હેક કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના કેનેરા બેંકના ખાતામાંથી એક જ દિવસે 3 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.3.89 લાખ ઉપડી ગયા હતા. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 53 વર્ષીય મહિલાએ નોધાવેલી ફરિયાદ મુજબ, મહિલા તેમના પતિ અને સાસુ-સસરા સાથે રહે છે. તેમના પતિ ગોરવા વિસ્તારમાં દુકાન ધરાવે છે. મહિલાનું કેનેરા બેંકમાં બચત ખાતું છે. ગત તા.12 ઓક્ટોબરના રોજ બપોરે આશરે બે વાગ્યે તેમણે ગૂગલ પે પર ખાતાનું બેલેન્સ ચેક કરતાં બેલેન્સ દેખાતું ન હતું. જેથી તેઓ કેનેરા બેંકની ગોરવા શાખામાં પહોંચ્યાં હતાં. બેંકમાં બેલેન્સ તપાસતાં અને સ્ટેટમેન્ટ કઢાવતાં ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. બેંક સ્ટેટમેન્ટ મુજબ 12 ઓક્ટોબરના રોજ પ્રથમ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.2.19 લાખ બીજા ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.1 લાખ અને ત્રીજા ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.70 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આમ રૂ.3.89 લાખની રકમ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કપાઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતાં તેમના મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોબાઇલ હેક થયો હોવાનું અને તેમાં FASTag Services.apk નામની ફાઈલ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફાઈલ તા.14 જુલાઈના રોજ એક મોબાઇલ નંબર પરથી તેમના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી હતી. જોકે, તે સમયે આવી ફાઈલ મોકલવામાં આવી હોવાની તેમને જાણ નહોતી. આ મામલે મહિલાએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર પણ જાણ કરી હતી. પોલીસ ખાતામાંથી ઉપાડેલા નાણાં જે બેંક ખાતાંમાં ટ્રાન્સફર થયા છે તે ખાતાધારકો તથા આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે કાર્યવાહી કરવા ઇ-એફઆઈઆર નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડીયાના કે કે નગરમાં બાળકો અને વડીલોએ ગરબા રમ્યા, નવરાત્રી પર્વની ઉજવણીમાં દાંડિયા રાસનું પણ આયોજન કરાયું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના ડીજે સૌરિન તાન્ઝાનિયામાં 9 દિવસ ગરબા કરાવશે, પૂર્વ આફ્રિકામાં ગુજરાતી સંસ્કૃતિનો ડંકો વગાડશે, વિદેશી ધરતી પર ગુંજશે ગુજરાતી તાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment