Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APK ફાઈલ પર ક્લિક કરતાં જ ખાતામાંથી 11 લાખ ગાયબ:કૃષ્ણનગરમાં ગઠિયાએ નિવૃત્ત સરકારી કર્મીનો ફોન હેક કરી 12 ટ્રાન્જેક્શનથી પૈસા ઉપાડી લીધા

    7 hours ago

    અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના 67 વર્ષીય નિવૃત્ત જુનિયર આસિસ્ટન્ટ વસંતભાઈ મહાલે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. 20 જુલાઈના રોજ ગઠિયાએ પોતે બેંક ઓફ ઈન્ડિયામાંથી બોલતો હોવાની ઓળખ આપી પેન્શન એકાઉન્ટ અંગે માહિતી મેળવી હતી અને ત્યારબાદ ફોનમાં એપીકે (APK) ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી લીધો હતો. આ ઘટના અંગે પીડિતે સાયબર હેલ્પલાઈન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ગઠિયાએ ₹11.64 લાખ ટ્રાન્સફર કરી લીધા તપાસ અનુસાર, ફોન કોલ આવ્યાના બીજા દિવસે વૃદ્ધ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમના મોબાઈલ પર બેંકમાંથી સતત પૈસા કપાવવાના મેસેજ આવી રહ્યા હતા. ગઠિયાએ એપીકે ફાઈલ દ્વારા ફોનનો એક્સેસ મેળવીને વૃદ્ધના બે અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી 12 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹11.64 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ઘટના અંગે ગુનો નોંધી, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ નંબરના આધારે અજાણ્યા ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં નમાજ દરમિયાન મસ્જિદ પાસે વિસ્ફોટ:15ના મોત, 50 ઘાયલ; ખૈબર પખ્તૂનખ્વાના કોહાટ જિલ્લાની ઘટના
    Next Article
    વેરાવળમાં સ્વચ્છતા અને હરિયાળી માટે અભિયાન ચલાવાયું:કારડિયા બોર્ડિંગથી રેલવે સ્ટેશન સુધી સફાઈ, ST ડેપોમાં શપથ સાથે રોપા-થેલીઓનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment