Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ બિલની ચુકવણીના નામે સાયબર ફ્રોડ:દમણ પોલીસ અધિક્ષકે નાગરિકોને સાવધાન રહેવા અને APK ફાઇલ ઇન્સ્ટોલ ન કરવા ચેતવ્યા

    2 days ago

    દમણ પોલીસ અધિક્ષક કેતન બંસલે નાગરિકોને Adani Gasના નામે થઈ રહેલા સાયબર ફ્રોડથી સતર્ક રહેવા અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને WhatsApp અને SMS મારફતે એવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે કે પાછલું ગેસ બિલ બાકી હોવાથી રાત્રે 9:30 વાગ્યે ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. આ પ્રકારની ખોટી ધમકી આપી સાયબર ઠગો બિલ ભરવા અથવા સિસ્ટમ અપડેટના બહાને એક લિંક મોકલે છે, જેના દ્વારા હાનિકારક APK ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવે છે. APK ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ ફોનનો એક્સેસ મેળવી લે છે ઠગબાજો પોલીસના જણાવ્યા અનુસાર, APK ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ સાયબર ગુનેગારો મોબાઇલનો સંપૂર્ણ રિમોટ એક્સેસ મેળવી લે છે. ત્યારબાદ તેઓ SMS વાંચીને OTP, બેંકિંગ સંબંધિત વિગતો અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવી ખાતામાંથી રકમ ઉપાડી લે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ગેસ કંપની અથવા સરકારી સંસ્થા ક્યારેય APK ફાઇલ મેસેજ દ્વારા મોકલતી નથી. બિલની ચૂકવણી હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા માન્ય પ્લેટફોર્મ પરથી જ કરવી અને એપ્લિકેશન માત્ર Google Play Store અથવા Apple App Store પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. OTP શેર ન કરો, રિમોટ એક્સેસ એપથી દૂર રહો દમણ પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતા કોલ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ સંજોગોમાં OTP, PIN અથવા બેંકિંગ માહિતી શેર ન કરવાની સલાહ આપી છે. ઉપરાંત AnyDesk, TeamViewer જેવી રિમોટ કંટ્રોલ એપ્લિકેશન અજાણ્યા વ્યક્તિના કહેવા પર ક્યારેય ઇન્સ્ટોલ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો ભૂલથી APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ જાય તો તરત જ મોબાઇલ ડેટા અને Wi-Fi બંધ કરી ફોનને ફ્લાઇટ મોડ પર મૂકી દેવો અથવા સ્વિચ ઓફ કરી દેવો. ત્યારબાદ તે ફાઇલ અનઇન્સ્ટોલ કરીને બીજા ફોનથી બેંકનો સંપર્ક કરી ખાતું સુરક્ષિત કરાવવું. સાયબર ફ્રોડ થાય તો તરત જ 1930 પર ફરિયાદ કરો પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાયબર ઠગાઈનો ભોગ બને તો વિલંબ કર્યા વિના 1930 હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન જાણ કરવી. સમયસર ફરિયાદ કરવાથી નાણાકીય નુકસાન અટકાવવાની શક્યતા વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    PM અને CMના ફોટા સાથે વાંધાજનક પોસ્ટર લગાવતા વિવાદ:કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સોહેલ અને મેહુલ દેસાઈ સહિતના કાર્યકરો સામે ફરિયાદ
    Next Article
    2.46 લાખના વિદેશી દારૂ સાથે ફુલસરના બે શખ્સ દબોચાયા:પાલીતાણાના દુધાળા નજીકથી દારૂ ભરેલી કારને ઝડપી, દારૂના 240 ચપટા સહિતનો મુદામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment