Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS બસે વધુ એકનો જીવ લીધો:રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

    7 hours ago

    શહેરના રાણીપ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં AMTS બસે બાઇક ચાલકને ટક્કર મારતા અજાણ્યા બાઈક ચાલકનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાણીપ મેટ્રો સ્ટેશન નીચેથી 55 વર્ષીય વ્યક્તિ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી AMTS બસના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર સીધા રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત થઈ ગયું હતું. આ અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માત સર્જી ભાગી ગયેલ બસ ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કુસુમ વિદ્યાલયની બે વિદ્યાર્થિનીઓની અંડર-17 ક્રિકેટમાં પસંદગી:ચીપલામાં યોજાયેલા જિલ્લા સિલેક્શનમાં અનાલી અને વિનતી ટંડેલે ટોપ-5માં સ્થાન મેળવ્યું
    Next Article
    आंदोलन की तैयारी में कॉकरोच, आयोग को लेकर कांग्रेस की बैठक, आयोग का पकड़ा गया झूठ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment