Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS ચેરમેનનો વિવાદાસ્પદ નિર્ણય:AMCએ વૃક્ષો કાપવા મામલે પોલીસ ફરિયાદ કરવા પત્ર લખ્યો, ચેરમેને બસ સ્ટેન્ડ બનાવવા અને જાહેરાતના હક સાથે કરોડોનો કોન્ટ્રાક્ટ આપી દીધો

    8 hours ago

    'કોમનવેલ્થ ગેમ્સ-2030' તેમજ 'અમદાવાદ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2029' જેવા આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોની યજમાનીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા AMTSના કુલ અંદાજે 800 મુખ્ય બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબરને બતાવવા માટે વૃક્ષોનું નિકંદન કરનારા અને જેની સામે ખુદ કોર્પોરેશનના જ ગાર્ડન વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા માટે પત્ર લખવામાં આવ્યો છે એવા કોન્ટ્રાક્ટરને સ્માર્ટ બસ સ્ટોપ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ( AMTS ) ના ચેરમેન પરાગ નાઈક દ્વારા આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. અન્ય કોઈ પાર્ટી ન આવતા એજન્સીને કામ આપવામાં આવ્યું- પરાગ નાઈક AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે જેને પેનલ્ટી કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટે પત્ર લખવામાં આવ્યો છે એવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા બાબતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્માર્ટ બસ સ્ટોપ બનાવવા માટે તે જે ટેન્ડર કરવામાં આવ્યું હતું તેમાં ત્રણ વખત ટેન્ડર કર્યું તેમ છતાં પણ કોઈ કંપનીએ રસ દાખવ્યો નહીં અને છેવટે આ કંપની આવી હતી જેથી તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં પેનલ્ટી ભરવાની છે જે બાબતે તેમણે પેનલ્ટી ભરવા માટે કહ્યું છે અને બે કરોડની તેમની ડિપોઝિટ પણ છે. તેમ છતાં પણ આ બાબતે અમે ફરી એકવાર તપાસ કરીશું. વૃક્ષો કાપવા બદલ ભૂતકાળમાં એજન્સીને ફટકારાયો હતો 50 લાખનો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયએમસીએ ક્લબથી લઇ અને રીંગરોડ તરફ જવાના રોડ ઉપર વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગાર્ડન વિભાગ દ્વારા ચિત્રા કંપનીને નોટિસ ફટકારી અને 50 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ગાર્ડન વિભાગ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈને પત્ર લખી અને ફરિયાદ કરવા માટે પણ જાણ કરી હતી. એક તરફ કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ માટે જાણ કરવામાં આવે છે તો બીજી તરફ સ્માર્ટ બસ સ્ટોપ ના નામે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી અને કંપનીને જાહેર ખબર માટેના હકો પણ આપી દેવામાં આવ્યા છે જેને લઇને એમટીએસ કમિટીના ચેરમેન પરાગ નાઈક અને અધિકારીઓ સામે સવાલ ઊભા થયા છે. માત્ર કંપનીના ફાયદા માટે જ આ કંપનીને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ? સ્માર્ટ બસ સ્ટેન્ડમાં કેવી હશે સુવિધા? શહેરમાં દરેક સ્માર્ટ બસ શેલ્ટરમાં મુસાફરોની સુવિધા માટે ETA (Estimated Time of Arrival) ડિસ્પ્લે, રૂટ મેપ, સેન્સરથી સંચાલિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત પસંદગીના બસ શેલ્ટર પર મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને Wi-Fiની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. મુસાફરોની સુવિધા અને સુગમતા માટે બસ સ્ટેન્ડ પર ચા-કોફી જેવી રિફ્રેશમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બસ સ્ટોપ પર વરસાદી પાણીના નિકાલ તેમજ મુસાફરોની સરળ અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરોને બસના રૂટ, જ્યાં જવું હોય તે સ્થળ અને બસના સમયની માહિતી સરળતાથી મળી રહે તે માટે બસ સ્ટોપ પર રૂટ મેપ, બસ સમયપત્રક અને GPS આધારિત સિસ્ટમ સાથે જોડાયેલા રિયલ-ટાઇમ ETA ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવશે. આ ડિસ્પ્લે પર બસના આગમનના અંદાજિત સમય અને બસ સેવાની રિયલ-ટાઇમ માહિતી દર્શાવવામાં આવશે. LED ડિસ્પ્લે પેનલ અને GPS આધારિત સ્માર્ટ ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફરોને બસના આગમનનો સમય અને રૂટની માહિતી સરળતાથી તથા સમયસર મળી રહેશે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાનું પણ આયોજન છે. આ એપના માધ્યમથી નાગરિકો ઘરે બેઠાં જ બસ ક્યાં છે, તેમના બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં પહોંચશે અને બસના આગમનનો અંદાજિત સમય જાણી શકશે. સાથે જ ઘરે બેઠા બસ રિઝર્વેશન કરવાની સુવિધા પણ વિકસાવવાનું આયોજન છે. આ ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી મુસાફરોને મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં સરળતા રહેશે અને બસ સ્ટોપ પર બિનજરૂરી રાહ જોવાનો સમય ઘટાડી શકાશે. શહેરના ચાર વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ બસ સ્ટોપ શરૂ કરાયા હાલમાં પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદમાં સિંધુભવન રોડ, સીમા હોલ નજીક આનંદનગર, સી.જી. રોડ, શુકન મોલ (સાયન્સ સિટી) અને ટીવી ટાવર સહિતના સ્થળોએ જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ ચાર સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ લગાવવામાં આવ્યા છે. આ સ્થળોએ મળેલા અનુભવ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ બસ સ્ટોપનું નિર્માણ કરવામાં આવશે. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો સહિત તમામ નાગરિકો માટે બસ સ્ટોપ વધુ સુલભ બને તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ અંતર્ગત રેમ્પ, ટેક્સ્ચર પેવિંગ અને વ્હીલચેર માટે અનુકૂળ જગ્યા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, જેથી તમામ વર્ગના મુસાફરો જાહેર પરિવહન સેવાનો સરળતાથી ઉપયોગ કરી શકે. આ સમગ્ર પ્રોજેક્ટ BOT (Build, Operate and Transfer) ધોરણે અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં AMTS દ્વારા કોઈ સીધું મૂડીરોકાણ કરવામાં આવશે નહીં. પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટરે તમામ બસ સ્ટોપના સંચાલન, સ્વચ્છતા, જાળવણી અને સુવિધાઓની ગુણવત્તા જાળવવાની રહેશે. આ કામગીરી નિર્ધારિત સર્વિસ લેવલ એગ્રીમેન્ટ્સ (SLA) એટલે કે સેવા સ્તરના કરાર અનુસાર કરવાની રહેશે, જેથી લાંબા ગાળા સુધી બસ સ્ટોપની સુવિધાઓ અને ગુણવત્તા જળવાઈ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે:અત્યાર સુધી 7.50 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી પૂર્ણ,તંત્રની કામગીરીથી યાત્રાળુઓ ખુશ, પરંતુ પાણીની બોટલ અને પાણીની ગુણવત્તાને લઈને વ્યક્ત કરી નારાજગી
    Next Article
    Nvidia Is A Buy After Correction, Says Ajay Srivastava; Sees Opportunity In US AI Stocks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment