Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે:અત્યાર સુધી 7.50 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી પૂર્ણ,તંત્રની કામગીરીથી યાત્રાળુઓ ખુશ, પરંતુ પાણીની બોટલ અને પાણીની ગુણવત્તાને લઈને વ્યક્ત કરી નારાજગી

    9 hours ago

    જૂનાગઢના ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે પહોંચી છે. તારીખ 20 નવેમ્બરના રોજ એક દિવસ વહેલો ગેટ ખોલી દેવામાં આવ્યા બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ પરિક્રમા શરૂ કરી હતી. હાલ ઇટવા ઘોડી અને જીણાબાવાની મઢી પરના પડાવો ખાલી થતા યાત્રાળુઓ ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે, જ્યારે સાધુ-સંતો પણ પોતાના આશ્રમોમાં પરત ફરી રહ્યા છે. આજ સાંજ સુધીમાં અંતિમ પડાવ બોરદેવીથી પસાર થઈને ભવનાથ પરત ફરી મોટાભાગના યાત્રાળુઓ પુણ્યનું ભાથું બાંધશે. જેમાં અત્યાર સુધી 7.50 લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે તો આવતી કાલ સાંજ સુધીમાં પરિક્રમાના પ્રવેશ દ્વારા વાગે એટલે બંધ કરી દેવામાં આવશે. ​પ્રકૃતિ અને પરમેશ્વરના સમન્વયનો આનંદ માણીને પરિક્રમાર્થીઓએ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રની સુરક્ષા તથા વ્યવસ્થાની કામગીરીને બિરદાવી છે. જોકે, પરિક્રમા રૂટ પર વેચાતી પાણીની બોટલો અને પાણીની સુવિધાને લઈને યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી હતી. રાજકોટથી પત્ની સાથે આવેલા વિનેશભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, પોલીસ ચેકિંગ અને સિક્યુરિટી સહિતની વ્યવસ્થા ઉત્તમ છે, પરંતુ પાણીની શુદ્ધતાની કોઈ ગેરંટી નથી અને ટેન્કરોમાં ધૂળ જોવા મળી હોવાથી તબિયત બગડવાનો ભય રહે છે. વધુમાં તેમણે સૂચન કર્યું હતું કે પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે વિક્રેતાઓ જેટલી પાણીની બોટલ અંદર લઈ જાય તેટલી ખાલી બોટલ પરત જમા લેવાનો નિયમ બનાવવો જોઈએ. ​બીજી તરફ, પાણીની અછત અને સૂકા જંગલ અંગે પ્રશાસન તથા મીડિયાના અહેવાલોને પગલે આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 26મા વર્ષમાં પ્રવેશેલા 'શ્રી ખોડિયાર રાજ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ'ના કિશોરભાઈ વાડોદરિયાએ જણાવ્યું હતું કે, ભવનાથ, જીણાબાવાની મઢી અને બોરદેવી ખાતે તેમના ત્રણ અન્નક્ષેત્રોમાં સાડા ત્રણથી ચાર લાખ લોકો પ્રસાદ લેશે તેવો અંદાજ હતો. ગયા વર્ષે પરિક્રમા ન થઈ હોવાથી આ વર્ષે ડબલ ભીડ થવાની ધારણાએ 50 ટકા વધુ અનાજ-કરિયાણું લાવવામાં આવ્યું હતું, પરંતુ ઓછી ભીડને કારણે ઘી, તેલ, લોટ અને શાકભાજી સહિતનો મોટો જથ્થો બચ્યો છે અને એક દિવસ વહેલું અન્નક્ષેત્ર સંકેલવાની ફરજ પડી છે. ​ પ્રશાસને બોર અને જનરેટરથી ટાંકા ભરીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી હતી, પરંતુ નાહવા-ધોવાની અગવડતા રહેશે તેવું માનીને ઘણા લોકોએ આ વર્ષે પરિક્રમા કરવાનું ટાળ્યું છે. વર્તમાન વૈશ્વિક મંદી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે આગામી વર્ષના સંકેતો નબળા જણાઈ રહ્યા છે, ત્યારે સૌના ધંધા-રોજગાર સારા ચાલે અને પરિસ્થિતિ સુધરે તેવી ગિરનારી મહારાજ અને ભોળાનાથને પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા અગ્નિકાંડના દોષિતની સજા સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી:17 વર્ષથી જેલમાં બંધ, મેડિકલ આધાર પર જામીન આપ્યા; 31માંથી અત્યાર સુધી 11ને જામીન
    Next Article
    AMTS ચેરમેનનો વિવાદાસ્પદ નિર્ણય:AMCએ વૃક્ષો કાપવા મામલે પોલીસ ફરિયાદ કરવા પત્ર લખ્યો, ચેરમેને બસ સ્ટેન્ડ બનાવવા અને જાહેરાતના હક સાથે કરોડોનો કોન્ટ્રાક્ટ આપી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment