Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્યુષણ પર્વમાં ધાર્મિક બસ પ્રવાસ:શહેરમાં જૈન દેરાસરોમાં AMTS બસની યોજના, 3000માં બસ બુકિંગ કરાવી શકાશે, ઘરેથી નાગરિકોને લઈ જશે અને મૂકી જશે

    7 hours ago

    આગામી 8 સપ્ટેમ્બરથી પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૈન ભાવિકો વિવિધ વિસ્તારોમાં આવેલા દેરાસરોમાં દર્શન કરવા જઈ શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારમાં આવેલા વિવિધ દેરાસરોમાં લોકોને દર્શન કરાવશે. જેના માટે લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. 3000થી 5000ના ભાડામાં શહેરીજનો કરી શકશે વિવિધ દેરાસરોના દર્શન AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકના જણાવ્યા અનુસાર, પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિવિધ જિનાલયોના સરળતાથી દર્શન કરી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ દર્શન પ્રવાસ માટે ખાસ નોન-AC બસોની ફાળવણી કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિસ્તારના નાગરિકોએ બસ દીઠ ₹3000 અને ઔડા (AUDA) વિસ્તારમાં રહેતા નાગરિકોએ ₹5000 ભાડું ચૂકવવાનું રહેશે, સાથે પ્રોપર્ટી ટેક્સ બિલ અને ભરેલી પહોંચની નકલ પણ જમા કરાવવી ફરજિયાત રહેશે. 4 મુખ્ય ટર્મિનસ પરથી સંચાલન શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વિશેષ બસો શહેરના લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી ઉપડશે. બુકિંગ કરાવેલા નક્કી રૂટ મુજબ બસ સવારે 8:15 વાગ્યે ઉપડીને વિવિધ દેરાસરોમાં દર્શન કરાવી સાંજે 4:45 વાગ્યા સુધીમાં પરત ફરશે. આ નોન-AC બસમાં મૂળ બેઠક ક્ષમતા 30 મુસાફરોની રાખવામાં આવી છે, પરંતુ ભક્તોની સુવિધા ખાતર તેમાં મહત્તમ 40 લોકો સુધી બેસી શકશે, જેથી સમગ્ર પરિવાર સાથે આસ્થાપૂર્વક દર્શનનો લાભ લઈ શકાય.
    Click here to Read More
    Previous Article
    નોર્થ બોપલમાં એક જ રાતમાં 3 સોસાયટીમાં ચોરી:ગાર્ડન પેરેડાઈઝના 8 બ્લોક ફેંદી ચડ્ડી બનિયાનધારી ગેંગ ₹15 હજાર રોકડ લઈ ફરાર
    Next Article
    મડાણામાં એસઆરપી જૂથ-03 ખાતે કબડ્ડી-ખો-ખો સ્પર્ધા શરૂ:ગુજરાત રાજ્ય આર્મ્ડ યુનિટની આંતરજૂથ સ્પર્ધાનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment