Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોર્થ બોપલમાં એક જ રાતમાં 3 સોસાયટીમાં ચોરી:ગાર્ડન પેરેડાઈઝના 8 બ્લોક ફેંદી ચડ્ડી બનિયાનધારી ગેંગ ₹15 હજાર રોકડ લઈ ફરાર

    7 hours ago

    અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે 'ચડ્ડી બનીયાનધારી ગેંગ' ત્રાટકતાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. તસ્કરોએ ગાર્ડન પેરેડાઈઝ સોસાયટી સહિત આસપાસની 3 સોસાયટીઓને નિશાન બનાવી ₹15 હજારની રોકડ સહિત કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર ટોળકીને ઝડપી પાડવા તપાસ ચાલુ કરી છે. તસ્કરોએ 8 બ્લોકના બંધ મકાનોને નિશાન બનાવ્યા તસ્કરો ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના C, D, E, F, G, I, J અને O એમ કુલ 8 બ્લોકના બંધ મકાનોમાં પ્રવેશ્યા હતા. એક ફ્લેટમાંથી ₹15,000 રોકડા અને સામાનની ચોરી કરી હતી. તસ્કરોએ નીલકંઠ બંગ્લોઝના 1 મકાનમાં અને સન ઓપ્ટીમા સોસાયટીના 2 ફ્લેટમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો ચડ્ડી-બનીયાન પહેરેલા નજરે પડ્યા હતા. ગેંગ સામાન્ય રીતે સોસાયટીની પાછળની દીવાલ કે અવાવરૂ જગ્યાએથી પ્રવેશ કરી સીધી પાંચમા કે ઉપરના માળે પહોંચી જતી હતી. ઉપરથી સીડી મારફતે નીચે ઉતરતાં ઉતરતાં બંધ ફ્લેટના તાળાં ચકાસીને ચોરી આચરતા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગેંગ સામે ગુનો દાખલ સોસાયટીમાં સિક્યુરિટી સ્ટાફ હાજર હોવા છતાં તસ્કરોએ ચાલાકીપૂર્વક આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી, સીસીટીવી ફુટેજના આધારે રીઢા ગુનેગારોની આ ગેંગને ઝડપી પાડવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ:શહેરના મંદિરોમાં ખાસ પૂજા, શણગાર દર્શન અને મહાઆરતી
    Next Article
    પર્યુષણ પર્વમાં ધાર્મિક બસ પ્રવાસ:શહેરમાં જૈન દેરાસરોમાં AMTS બસની યોજના, 3000માં બસ બુકિંગ કરાવી શકાશે, ઘરેથી નાગરિકોને લઈ જશે અને મૂકી જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment