Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS બસ કન્સેશન પાસ સેન્ટર બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો:રૂપાલી પોલીસ ચોકીથી 100 મીટર દૂર બસ પાર્કિંગ સ્થળેથી દારૂ અને કફ સીરપની બોટલો મળી

    4 days ago

    લાલ દરવાજા ખાતે રીટઝ હોટલ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસ કન્સેશન પાસ સેન્ટર ખાતે ઇલેક્ટ્રિક બસોનું પાર્કિંગ અસામાજિક તત્વો અને દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી કોરીધાકોર ઇલેક્ટ્રિક બસો ડેપોના મેદાનમાં ધૂળ ખાઈ રહી છે અને સુરક્ષાના અભાવે બસ કન્સેશન પાસ સેન્ટરના પાર્કિંગની જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે દારૂની મહેફીલ માણવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કારંજ પોલીસ સ્ટેશનની રૂપાલી પોલીસ ચોકી થી 100 મીટર દૂર પાર્કિગમાં ખાલી દારૂની બોટલો અને નશામાં વપરાતી કફ સીરપોની બોટલોનો જથ્થો જોવા મળ્યો હતો. કરોડોની કિંમતી નવી ઇલેક્ટ્રિક બસોના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે. બસ પાર્કિંગ સ્થળેથી દારૂ અને કફ સીરપની બોટલો મળી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવી ઈલેક્ટ્રીક બસો લાવવામાં આવી છે તેને સંચાલનમાં બસને મુકવાની હોવાથી લાલ દરવાજા બસ કનસેશન પાસ સેન્ટર ખાતે જ્યારે તપાસ કરવામાં આવી તો કેટલીક જગ્યાએ બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે. વાંદરાઓ અવર-જવર કરતા હોવાના કારણે તેમના દ્વારા આ કાચ તોડવામાં આવ્યા હોઈ શકે છે તેમ જ કેટલીક દારૂની અને નશાની બોટલો જોવા મળી છે. પાછળના ભાગેથી દિવાલ કૂદીને કોઈ આવ્યું હોઈ શકે છે જે મામલે સિક્યુરિટીને સૂચના આપવામાં આવી છે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આખા કમ્પાઉન્ડની તાત્કાલિક સફાઈ કરવા માટે અને ડેપોમાં સિક્યોરિટી હોવા છતાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ, તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં માટે તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટેની સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ ભગિની સમાજે 108 મહિલા સફાઈ કર્મીઓને સાડી આપી:કલેક્ટર અને પાલિકા પ્રમુખે શહેર સ્વચ્છ રાખવા અપીલ કરી
    Next Article
    Massive Sandstorm LIVE | ધોળા દિવસે ઘોર અંધકાર! 70 કિમીની ઝડપથી આંધી ફૂંકાઈ | Rajasthan | Rain |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment