Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના કતારગામ બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી:AMNS કંપનીની બસ વળાંકમાં ડિવાઈડર કૂદી અટકી, બસનો આગળનો ભાગ હવામાં લટકી ગયો

    6 hours ago

    સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત થતા રહી ગયો હતો. હજીરાની AMNS કંપનીની એક લક્ઝરી બસ બ્રિજ પરના જોખમી વળાંક પાસે ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બસનું એક ટાયર હવામાં લટકી પડતા જોનારા લોકોના પણ જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, બસ બ્રિજ નીચે ખાબકતા બચી ગઈ હતી અને જાનહાનિ ટળી હતી. બસનું આગળનું ટાયર હવામાં લટક્યું પ્રાપ્ત માહિતી અનુસાર, AMNS કંપનીની સ્ટાફ બસ કતારગામ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપે હતી કે તે સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બસનો આગળનો ભાગ હવામાં લટકી ગયો હતો. સદનસીબે બસ અટકી જવાથી નીચે રસ્તા પર ન પડી, નહિતર નીચેથી પસાર થતા વાહનચાલકો પણ ભોગ બની શક્યા હોત. જોખમી વળાંક અગાઉ પણ અનેક અકસ્માતોનું કેન્દ્ર સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કતારગામ બ્રિજનો આ વળાંક અત્યંત ભયજનક છે. અગાઉ પણ આ જ સ્થળે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વારંવારની રજૂઆતો છતાં આ વળાંક પર યોગ્ય સાઈનબોર્ડની વ્યવસ્થાના અભાવે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આજની ઘટનાએ ફરી એકવાર બ્રિજની ડિઝાઈન અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ક્રેન દ્વારા બસને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને કારણે બ્રિજ પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે આ આખી ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં 43°C તાપમાન:મહીસાગરમાં અંગ દઝાડતી ગરમી, બપોરે રસ્તા સૂમસામ બન્યા
    Next Article
    IPL 2026 Live: Rs 1.5 Crore Star Strikes For CSK Again As LSG Go 6 Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment