Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં 43°C તાપમાન:મહીસાગરમાં અંગ દઝાડતી ગરમી, બપોરે રસ્તા સૂમસામ બન્યા

    7 hours ago

    ગુજરાતમાં ફરી એકવાર હીટવેવની અસર જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં લુણાવાડા શહેરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે લૂના પ્રકોપને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વધતી ગરમીના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યા બાદ તાપમાનમાં ભારે વધારો થતાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ હાલોલ-શામળાજી હાઇવે ઉપર બપોરના સમયે વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી. ગરમીથી બચવા માટે ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ, ટોપી અને મોઢા પર કપડું બાંધીને મુસાફરી કરતા નજરે પડ્યા હતા. ભારે ગરમી અને ગરમ પવનોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે, 15 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જાડેજાને કઈ ભૂલ ભારે પડી?:ઉપરથી ઓર્ડર આવ્યો, હવે અર્શદીપની દુકાન બંધ; અશ્વિને આર્મી ઓફિસરની મજાક ઉડાવી!
    Next Article
    સુરતના કતારગામ બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી:AMNS કંપનીની બસ વળાંકમાં ડિવાઈડર કૂદી અટકી, બસનો આગળનો ભાગ હવામાં લટકી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment