Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ:ભાજપ MLA કૌશિક જૈનની કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિતિથી NSUIના શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો

    1 week ago

    AMCની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા છે. આમ 48 વોર્ડની 196 બેઠક સામે ઉમેદવારોનો આંકડો ઘણો ઊંચો છે. કલેક્ટર કચેરીમાં વિરોધ આજે તમામ ફોર્મની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી કરવામા આવશે. ફોર્મની ફાઇનલ ચકાસણી બાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે. ફાઇનલ લિસ્ટ મુજબના જ ઉમેદવારો ચૂંટણી લડશે. 15 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આજે કલેકટર કચેરીએ ફોર્મ ચકાસણીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ, જ્યારે અંદર ગયા ત્યારે ખબર પડી કે કૌશિક જૈન અંદર જ બેઠા છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ભેદભાવ નહી ચલાવી લેવામાં આવે. સાથે જ તેઓએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ-કોંગ્રેસની મિલિભગતનો આરોપ:AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી
    Next Article
    નવસારીમાં કોંગ્રેસને મોટો ફટકો:મેન્ડેટ 10 મિનિટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી, ભાજપના વિજયની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment