Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે AMCની ચૂંટણી, EVM મતદાન મથકે પહોંચ્યા:અમદાવાદમાં 38 લાખ જેટલા મતદારો, જિલ્લા કલેક્ટરે EVM ડિસ્પેચ સેન્ટરે વ્યવસ્થાઓ ચકાસી

    15 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. તેનું પરિણામ 28 એપ્રિલના રોજ જાહેર થવાનું છે. ત્યારે વહીવટી તંત્ર છેલ્લી ઘડીની ચૂંટણી વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે. જીલ્લાના જુદા જુદા ડિસ્પેચ સેન્ટરો ઉપરથી EVM મતદાન મથકોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 19.67 લાખ જેટલા પુરુષ મતદારો અને 18.33 લાખ જેટલી મહિલા મતદારો આમ કુલ 38 લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે. મનપાના 652 ઉમેદવારો મેદાને, બે બેઠકો બિનહરીફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 652 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 4257 બુથ ઉપર મતદાનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં 9778 બેલેટ યુનિટ અને 4888 કંટ્રોલ યુનિટ ઉપયોગમાં લેવાશે. જિલ્લામાં 6500થી વધુ મતદાન મથકો અમદાવાદમાં 16 જગ્યાએથી EVM ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે. પોલિંગ સ્ટાફને EVM, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેની મતદાન મથક પરના પોલિંગ સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે દરમિયાન પોલિંગ સ્ટાફને EVM, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 6500થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં 27 હજાર ચૂંટણી સ્ટાફ, અઢી હજાર મદદગાર સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. ‘મહાનગરપાલિકા માટે 16 રીસીવિંગ અને ડિસ્પેચ સેન્ટરની વ્યવસ્થા કરી’ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીતકુમારે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ જિલ્લા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેથી ડિસ્પેચ સેન્ટર પરથી EVMથી લઈને ચૂંટણી સાહિત્યનું વિતરણ પોલિંગ ટીમને કરવામાં આવી રહ્યું છે. મતદાન માટેના સ્ટાફ ભેગા થઈને પોતાને ટીમની રચના કરવાના છે અને મતદાન સામગ્રી લઈને પોતાના મતદાન મથક પર જવાના છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે 16 રીસીવિંગ અને ડિસ્પેચ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દરેક જગ્યાએ એક સાથે પોલિંગ સ્ટાફને સામગ્રી આપવામાં આવી રહી છે. 22 હજાર જવાનોની મતદાન મથક પર ચુસ્ત વ્યવસ્થા વધુમાં કલેક્ટર સુજીતકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચૂંટણી માટે 6500 કરતા વધારે મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પોલીસ અને હોમગાર્ડના કુલ 22 હજાર જેટલા જવાનો પણ મતદાન મથક પર ચુસ્ત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ફરજ બજાવશે. જેમાં 15 હજાર પોલીસ શહેરમાં અને 7 હજાર પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ 1126 બુથ રાખવામાં આવ્યા છે. જેમાં 2660 બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ ઉપયોગમાં લેવાશે. જ્યારે નગરપાલિકા માટે 132 બુથ ઉપર 180 કંટ્રોલ યુનિટ અને 310 બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે. આ સમગ્ર ચૂંટણીમાં જિલ્લામાં 30 હજાર વહીવટી સ્ટાફ છે. જ્યાં તાપ હશે ત્યાં શેડ બનાવી ઠંડક ઉભી કરાશે ગરમીના કારણે મતદાન કેન્દ્રો તથા મત ગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ફર્સ્ટ એઈડ કીટ જેમાં 11 વસ્તુઓનો સમાવેશ થાય છે, ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા તેમજ ગરમીને લઈ પાણી અને ORS ઉપલબ્ધ કરાવવામા આવશે. આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે. જ્યાં તાપ હશે ત્યાં શેડ બનાવી ઠંડક ઉભી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav LIVE: अखिलेश यादव की प्रेस कॉन्फ्रेंस, सरकार पर खूब साधा निशाना | UP Politics
    Next Article
    પંચમહાલ કોંગ્રેસે 18-20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આગલા દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment