Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'AMC દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ':ખેડાવાલાએ કહ્યું- પ્રદૂષિત પાણીની ફરિયાદ CM અને PM સુધી કરવી પડી, અમિત ઠાકરે કહ્યું- મકરબા બ્રિજ 31 જુલાઈ સુધીમાં પૂર્ણ થશે

    10 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મધ્ય ઝોન વિસ્તારમાં અત્યાર સુધી પ્રદૂષિત પાણીની ફરિયાદ આવતી હતી, પરંતુ હવે આખા શહેરમાંથી આ અંગે ફરિયાદ મળી રહી છે. શહેરમાં હવે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અને તેના કારણે CM ઓફિસથી લઈને PM ઓફિસ સુધી ફરિયાદ કરવી પડે છે, ત્યારે તંત્ર કેટલું ખાડે ગયું છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. જે ખૂબ જ શરમજનક બાબત છે. AMC દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ: ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી કે, ભાજપના ધારાસભ્યો પણ તેમના મત વિસ્તારમાં પ્રદૂષિત પાણી હોવા અંગેની ફરિયાદ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ ગયું છે. મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ ધારાસભ્યોની ફરિયાદ મામલે બચાવ કરતા જણાવું હતું કે, નર્મદા કેનાલ અને રાશ્કા કેનાલમાં રિપેરિંગના કારણે શહેરભરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. મકરબા બ્રિજ 31 જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે: અમિત ઠાકર વેજલપુરના ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, મકરબા વિસ્તારમાં બનતો નવો ઓવર બ્રિજ 31 જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે. ઓવર બ્રિજ તૈયાર થયા બાદ બળિયાદેવ મંદિર પાસે ટ્રાફિક ના થાય તે માટે આયોજન કરવા રજૂઆત કરી છે. સરખેજ પોલીસ સ્ટેશન બનાવવા માટે અલ બુર્જ ચાર રસ્તા પાસે કોર્પોરેશનના પ્લોટની માંગણી અંગે મંજૂરી ઝડપથી આપવા માંગ કરી છે. ઓલિમ્પિક રોડ, શિવરંજનીથી APMC સુધીના રોડ પર રેલિંગની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચુડાના છલાળામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ડિગ્રી વગર એલોપેથી દવા આપતા શખ્સને પકડ્યો
    Next Article
    IND vs AFG LIVE Score, 3rd ODI: Rohit-Jaiswal put on 50-run stand for India vs Afghanistan in Chennai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment