Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ગાર્ડન વિભાગ ઊંઘતું રહ્યું:નવરંગપુરામાં 70થી 100 વર્ષ જુના ઝાડ કાપી નાખવામાં આવ્યા, તંત્રએ કહ્યું- મોટો દંડ કરવાની કાર્યવાહી થશે

    12 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નાગરિકોને વૃક્ષ વાવવાની અપીલ કરી રહ્યા છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રીમાળી સોની છાત્રાલયના પ્લોટમાં, એચ.એલ. કોમર્સ કોલેજ રોડ, સેંટ ઝેવિયર્સ કોલેજ કોર્નર, બેન્ક ઓફ બરોડાની સામે, મધુરીકા હૉલની બાજુમાં મોટા અને ઘટાદાર વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યા હોવા અંગેના ફોટો વાઈરલ થયા હતા. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ગાર્ડન વિભાગને જાણ થઈ હતી અને ત્યારબાદ ગાર્ડન વિભાગ દ્વારા વાહનો અને ઝાડ જપ્ત કરી ઝાડ કાપનારને મોટો દંડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 70 થી 100 વર્ષ જુના વૃક્ષોને કાપીને તેનું નિકંદન કરાયું શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષો લોકો વાવે તેના માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ 70 થી 100 વર્ષ જુના ઘટાદાર વૃક્ષોને કાપીને તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. નવરંગપુરા વિસ્તારમાં વૃક્ષો મોટા પ્રમાણમાં કાપવામાં આવ્યા હોવા અંગેના ફોટા વીડિયો વાઇરલ થયા બાદ AMC ગાર્ડન વિભાગ જાગ્યું હતું. શહેરમાં વૃક્ષો કપાય છે તેને લઈને ગાર્ડન વિભાગના એક પણ અધિકારીઓ કે ગાર્ડન ઇન્સ્પેક્ટરને જાણ હોતી નથી અને મૂકપ્રેક્ષક બની રહેતા હોય છે ત્યારે AMC ગાર્ડન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ 100 વર્ષ જૂના લીમડો, પીપળો, સહિતના ઝાડનું નિકંદન નીકળી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Delhi-NCR में कब होगी बारिश? Delhi-NCR Weather Update | Delhi-NCR Rain | IMD Rain Alert | Heatwave
    Next Article
    મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું:અશ્વપાલકોનું સમર્થન, ‘આંદોલન પાર્ટ-3’ અને વીજપોલ કાપી નાખવાની ચીમકી; ખેડૂતો આરપારની લડાઈ લડવાના મૂડમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment