Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂષિત પાણી મુદ્દે દિલ્હી સુધી પડઘા પડતા AMC તંત્ર જાગ્યું:એકને એક વિસ્તારની 5 ફરિયાદ આવે તો 6 કલાકમાં જ ફરિયાદનો નિકાલ કરવા SOP બનાવવામાં આવી

    1 week ago

    અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં દૂષિત પાણીના કારણે માંદગીના કેસ સામે આવ્યા બાદ મામલો દિલ્હી સુધી પહોંચતા AMC તંત્ર સફાળુ જાગ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દૂષિત પાણીની ફરિયાદ મામલે એક SOP બનાવવામાં આવી છે. હવેથી શહેરના કોઈ વિસ્તારમાં દૂષિત પાણીની 5 ફરિયાદ આવે તો 6 કલાકમાં તે ફરિયાદનું નિવારણ લાવવાનું રહેશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રદૂષિત પાણીને લઈને SOP જાહેર કરતા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર થી લઈને, વોટર વિભાગના સીટી ઇજનેર, એડીશનલ સીટી ઇજનેર, ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને હેલ્થ ઓફિસરને પ્રદૂષિત પાણી આવવાના કિસ્સામાં જવાબદારી સોંપી છે. જો કોઈ વિસ્તારમાં પ્રદૂષિત પાણી હોવા અંગેની ફરિયાદ મળે ત્યારે નાગરીકોનાં હિતમાં અસરગ્રસ્ત પાણીની લાઈનનો પુરવઠો સપ્લાય તાત્કાલીક અસરથી બંધ કરાવી વૈકલ્પીક પાણીની ટેન્કરો દ્વારા સુવિધા પુરી પાડવા કાર્યવાહી હાથ ધરવાની રહેશે. દૂષિત પાણીની ફરિયાદ મામલે SOP બનાવવામાં આવી પ્રદૂષિત પાણી અંગેની સમસ્યાના નિવારણ માટે યુધ્ધનાં ધોરણે ઉદભવસ્થાન આઈડેન્ટીફાય કરી તેના રીપેરીંગ/રીપ્લેસમેન્ટની કામગીરી અર્થે તાકીદે મશીનરી સ્ટાફ ડિપ્લોય કરી કામગીરી પુર્ણ કરાવવાની રહેશે જેનું એડી.સીટી ઇજનેર (ઝોન) દ્વારા મોનીટરીંગ કરી દર 12 કલાકે ડે. મ્યુનિ. કમિશનર (ઝોન)ને રીપોર્ટ કરવાનો રહેશે.પાણીનાં પોલ્યુશન દુર કરવાની કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારની પાણીની લાઈનનાં વોશઆઉટની પ્રક્રિયા હાથ ધર્યા બાદ પાણીના પુરવઠામાં સંતોષકારક રેસીડયુઅલ ક્લોરીન પ્રાપ્ત થયા બાદ જ પુનઃ સપ્લાય શરૂ કરવાનો રહેશે. એક જ વિસ્તારમાં બહોળા પ્રમાણમાં પ્રદુષિત પાણીની ફરીયાદોનાં કિસ્સામાં સીટી ઈજનેર (વો.રી.મે.) સાથે સંકલન કરી કાયમી ઉકેલ માટે ઝોન ખાતેથી કાર્યવાહી કરવાની રહેશે. શહેરનાં કોઈપણ વિસ્તારમાં પાંચથી ઓછી પ્રદુષિત પાણીની ફરીયાદનાં કિસ્સામાં ઝોનનાં ડેપ્યુટી સીટી ઈજનેર અને ડેપ્યુટી હેલ્થ ઓફીસર દ્વારા તમામ કામગીરી કાર્યવાહી હાથ ધરી એડી.સીટી ઈજનેરને દૈનીક રિપોર્ટ કરવાનો રહેશે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર/સોસાયટી/ચાલીઓની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અગાઉથી ઉપલબ્ધ પાણીની સાથે પ્રદુષીત પાણી મિશ્ર થયેલ હોય તે કિસ્સામાં સંગ્રહ કરેલ પાણીનો તાકીદે નિકાલ કરવા તથા પાણીની ટાંકીની સફાઈ કરાવવા અંગે અસરગ્રસ્ત વિસ્તાર/સોસાયટી/ચાલીઓ ને માર્ગદર્શન પુરૂ પાડવાનું રહેશે. અસરગ્રસ્ત વિસ્તાર તથા તેની આજુબાજુના વિસ્તારનો ડોર ટુ ડોર સર્વે હાથ ધરાવી કલોરીન ગોળીનું વિતરણ કરાવી તેના ઉપયોગ અંગે માર્ગદર્શન પુરુ પાડવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરના કણકોટમાં ગેરકાયદે ખનન:LCBએ રેડ પાડી જેસીબી, ડમ્પર સહિત ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ગઢડાના ગોરડકા ગામે 20 વર્ષીય યુવકનું શોર્ટ લાગતા મોત:પરિવાર, સરપંચે PGVCL પર બેદરકારીનો આરોપ લગાવ્યો, વિભાગે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment