Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના ગોરડકા ગામે 20 વર્ષીય યુવકનું શોર્ટ લાગતા મોત:પરિવાર, સરપંચે PGVCL પર બેદરકારીનો આરોપ લગાવ્યો, વિભાગે તપાસ શરૂ કરી

    1 week ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. પાણીની મોટર શરૂ કરવા જતાં શોર્ટ લાગ્યો મૃતક નરેશ મનીષભાઈ સોલંકી સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. પરિવારજનો અને સરપંચના જણાવ્યા અનુસાર, બંધ સ્વીચમાં અચાનક પાવર આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 15 દિવસ પહેલા ગઢડા પીજીવીસીએલ કચેરીમાં અરજી આપી હતી ગામમાં રિટર્ન પાવરની સમસ્યા ઘણા સમયથી હતી. આ અંગે 15 દિવસ પહેલા ગઢડા પીજીવીસીએલ કચેરીમાં લેખિત અરજી પણ કરવામાં આવી હતી. ગામના સરપંચ રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અરજી કરવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહોતો, જેના પરિણામે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અરજીના આધારે જરૂરી કામગીરી કરવામાં આવી હતી : અધિકારી બીજી તરફ, ગઢડા પીજીવીસીએલના નાયબ ઇજનેર જે. જે. પરમારે સ્પષ્ટતા કરી હતી કે રિટર્ન પાવર અંગે મળેલી અરજીના આધારે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, ઘટનાની જાણ થતા જ વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. મૃતકના પરિવારજનોએ યુવકના મોત મામલે ન્યાયની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દૂષિત પાણી મુદ્દે દિલ્હી સુધી પડઘા પડતા AMC તંત્ર જાગ્યું:એકને એક વિસ્તારની 5 ફરિયાદ આવે તો 6 કલાકમાં જ ફરિયાદનો નિકાલ કરવા SOP બનાવવામાં આવી
    Next Article
    વિશ્વ સાઇકલ દિવસ પર 15 કિમીની રાઈડ:ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ બંસલે કરાવી શરૂઆત; ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા ACB સ્ટાફ પણ રેલીમાં જોડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment