Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરી કરાવી પણ મહેનતાણું ન ચૂકવ્યું:AMC સ્કૂલ બોર્ડના 4500 શિક્ષકોના 4.50 કરોડ ચૂકવવાના બાકી, હજુ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી નથી

    9 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના હજારો શિક્ષકોએ દેશની મહત્વની વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ બે મહિના બાદ પણ અંદાજે 4,500 શિક્ષકોના 4.50 કરોડ રૂપિયા મહેનતાણું ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે. એક શિક્ષકને અંદાજે 11 હજાર જેટલા ચૂકવવાના હતા. જેમાં પ્રથમ તબક્કામાં 9 હજાર અને તાલીમ માટેના 1,900 જેટલા રૂપિયા એક શિક્ષક દીઠ ચૂકવવાના હતા. કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળવાનું કારણ આગળ ધરી હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી. હવે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને તાત્કાલિક મહેનતાણું ચૂકવવા સરકાર પાસે માગ કરી છે. શિક્ષકોએ એક મહિના સુધી ગણતરીદાર અને સુપરવાઇઝર કામગીરી કરી વસ્તી ગણતરીની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓના હજારો શિક્ષકોનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કામગીરી હોવાથી શિક્ષકોએ તાલીમની સાથે સાથે એક મહિના સુધી નિષ્ઠાપૂર્વક વસ્તી ગણતરીની કામગીરી કરી હતી. શિક્ષકોએ એક મહિના સુધી ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે પોતાની નિયમિત શૈક્ષણિક કામગીરી સાથે રાષ્ટ્રીય જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. હજુ સુધી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી નથી શિક્ષકોએ 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીમાં સંપૂર્ણ સમય આપ્યો હતો. ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે ઘેર-ઘેર જઈ માહિતી એકત્ર કરવાથી લઈને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા સુધીની જવાબદારી નિભાવી હતી. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ પણ મહેનતાણું ન મળતાં શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિક્ષકોએ રજૂઆત કરી તો હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન આવી હોવાનું સામે આવ્યું છે. જેથી હજારો શિક્ષકો પોતાના મહેનતાણાની રાહ જોઈ રહ્યા છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક શૈક્ષણિક સંઘે શિક્ષકાઓને વહેલી તકે મહેનતાણું ચૂકવવા માગ કરી છે. ‘શિક્ષકોને સત્વરે મહેનતાણું ચૂકવો’ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહામંત્રી અવિનાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મે મહિનામાં શિક્ષકોના વસ્તી ગણતરી અને સુપરવાઇઝરના ઓર્ડર નીકળ્યા હતા. તેમજ શિક્ષકોની કામગીરીને વસ્તી ગણતરી અધિકારી દ્વારા પણ ખૂબ સારો અભિપ્રાય આપવામાં આવ્યો છે. જેથી શિક્ષકોને જે પણ મહેનતાણું થતું હોય તે સત્વરે ચૂકવામાં આવે તે માટે રજૂઆત કરી છે. એક શિક્ષક દીઠ 11 હજાર રૂપિયા શિક્ષકોને સુપરવાઈઝરની કામગીરી માટે આપવાના હતા. ગુજરાત પ્રાંતમાં પણ પત્ર લખીને રજૂઆત કરી છે કે સરકારમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં ખડગે બોલ્યા- ED- CBI ક્યાં છે:રિજિજુએ કહ્યું- વિપક્ષના મગરના આંસુ, રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન; લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    લંડનમાં પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન થશે:ગઢડાના એસપી સ્વામી સહિત અગ્રણી સંતો 7 થી 14 ઓગસ્ટ દરમિયાન ઉપસ્થિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment