Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ:16,800 કર્મચારીને ₹7 હજાર બોનસ ચૂકવાશે, નરોડા એસી કોમ્યુનિટી હોલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો

    3 days ago

    શહેરના નરોડા વોર્ડમાં આવેલા નરોડા કોમ્યુનિટી હોલનું મેયર હિતેશ બારોટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંદાજિત 6.23 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ કોમ્યુનિટી હોલનું આધુનિક સુવિધાઓ સાથે રિનોવેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. નાગરિકોને સામાજિક, સાંસ્કૃતિક તેમજ અન્ય જાહેર પ્રસંગોના આયોજન માટે વધુ સુવિધાજનક માળખું મળી રહે તે હેતુથી હોલમાં વિવિધ સુવિધાઓનો ઉમેરો કરવાની સાથે જરૂરી રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગના પરિપત્ર અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓને AMC દ્વારા દિવાળી બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 16,800 વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે નક્કી કરવામાં આવેલી મર્યાદામાં પ્રતિ કર્મચારી ₹ 7000નું બોનસ ચૂકવવામાં આવશે. આ બોનસની ચુકવણી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે ₹12 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણયથી કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપશે. ઇન્ડોર-આઉટડોર મળીને 1200થી વધુ લોકોની બેઠક ક્ષમતા ઊભી કરાઈ નરોડા ગામમાં ગણેશ મંદિર પાસે આવેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં 435 ચોરસ મીટરનો વિસ્તાર છે, જેમાં 260થી 300 વ્યક્તિઓની બેઠક ક્ષમતા રહેશે. જ્યારે પ્રથમ માળે પણ 435 ચોરસ મીટરનો એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એરકન્ડિશન્ડ સુવિધા સાથે 260થી 300 વ્યક્તિઓની ક્ષમતા રહેશે. આ ઉપરાંત, 1,476 ચોરસ મીટર વિસ્તારમાં ઓપન પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 600થી 650 વ્યક્તિઓના બેઠક આયોજનની ક્ષમતા રહેશે. આમ, કોમ્યુનિટી હોલમાં ઇન્ડોર તેમજ ઓપન એરિયામાં વિવિધ સામાજિક અને જાહેર કાર્યક્રમો યોજી શકાશે. વિશાળ કિચન, સ્ટેજ અને પાર્કિંગ સુવિધા પ્રોજેક્ટમાં કોમ્યુનિટી હોલની સાથે 309.14 ચોરસ મીટર વિસ્તારમાં કિચન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. 266.30 ચોરસ મીટર વિસ્તારમાં સ્ટેજ અને ડ્રેસિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 26.64 ચોરસ મીટર વિસ્તારમાં સિક્યુરિટી કેબિન અને ટોયલેટ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થળ પર આર.સી.સી. રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ અને ફાયર ફિટિંગની કામગીરી પણ કરવામાં આવી છે. વાહન પાર્કિંગની સુવિધાને ધ્યાનમાં રાખીને 110 ટુ-વ્હીલર અને 80 ફોર-વ્હીલર પાર્કિંગની ક્ષમતા પણ ઊભી કરવામાં આવી છે. દૂધેશ્વર પંપિંગ સ્ટેશનમાં કેબલ ચોરીનો પર્દાફાશ શહેરના દૂધેશ્વર પંપીંગ સ્ટેશનમાંથી કોન્ટ્રાક્ટરના કર્મચારી દ્વારા કેબલ ચોરી કરવામાં આવી છે. ખાનગી ગાડી લઈ અને કેબલ ચોરી કરવા ગયો હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી છે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. 8 ફૂટ લાંબો વાયર કાપી ગાડીમાં ભરતાં ગાર્ડે પકડ્યો વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે દ્રોણા કન્સ્ટ્રક્શન કંપનીનો જીતુ ઠાકોર નામનો કર્મચારી હાઈપોક્લોરીન લેવા આવતો હતો. દૂધેશ્વર પંપીંગ સ્ટેશનમાં 1 નવેમ્બરના રોજ જીતુ ઠાકોર ગાડી લઈ અને આવ્યો હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે મારે કામ છે એટલે હું આવ્યો છું ત્યારબાદ થોડીવાર રહીને ત્યાં જોતા તેણે લગભગ 8 ફૂટ લાંબો કેબલ કાપી અને પોતાની ગાડીમાં ભર્યો હતો. જે સિક્યુરિટી ગાર્ડ જોઈ ગયો હતો જેથી તાત્કાલિક ધોરણે તેણે અધિકારીઓને જાણ કરી હતી અને પોલીસને બોલાવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એની ધરપકડ કરી છે. દ્રોણા કન્સ્ટ્રકટશન કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને જ્યારે પણ આવું કામ ચાલતું હોય ત્યારે કર્મચારીઓને હાજર રહેવા જાણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના ટેક્સટાઇલ વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી:કાપડ ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર અમદાવાદના બે વેપારી અને એક દલાલ સારોલી પોલીસના સકંજામાં, ત્રણ કેસમાં 22 લાખથી વધુની છેતરપિંડી
    Next Article
    બેડમિન્ટન ખેલાડીઓએ પોતાના ખર્ચે 4 ટુર્નામેન્ટ રમ્યા:SAIએ ફંડિંગ રોક્યું, પીવી સિંધુ અને લક્ષ્ય સેને ટાઇટલ જીતીને જવાબ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment