Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધુપુરામાં અવિનાશ મસાલાના ગોડાઉન પર AMCનો દરોડો:2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત, હળદરમાં લોટની ભેળસેળ અને 84% સ્ટાર્ચ પ્રમાણ

    6 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 8 મેના રોજ માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના ગોડાઉન પર દરોડો પાડી અંદાજે રૂા. 9.90 લાખની કિંમતનો શંકાસ્પદ હળદર અને કાજુનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ લેબોરેટરીના પરીક્ષણમાં હળદરના નમૂનામાં લોટની ભેળસેળ અને 84.8% જેટલું સ્ટાર્ચનું અસામાન્ય પ્રમાણ મળી આવતા તંત્ર દ્વારા FSSAI એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાઇસન્સ વગર ધમધમતા ગોડાઉનમાંથી જંગી જથ્થો જપ્ત ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા અનુસાર, માધુપુરામાં અરવિંદ ભુવન સામે આવેલા સુદામોમલ તનુમલના અવિનાશ મસાલા ગોડાઉનમાં તપાસ દરમિયાન વેપારી પાસે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ ન હોવાનું ખુલ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર (કિંમત રૂા. 5 લાખ) અને અંદાજે 1400 કિલો ટુકડા કાજુ (કિંમ. રૂા. 4.90 લાખ) નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં ભયાનક ભેળસેળનો ખુલાસો જપ્ત કરાયેલા હળદરના જથ્થાને તપાસ અર્થે ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શુદ્ધ સૂકી હળદરમાં કુદરતી રીતે 40%થી 60% સ્ટાર્ચ હોય છે, પરંતુ આ નમૂનામાં તે 84.8% નોંધાયું છે. હળદરના વજનમાં વધારો કરવા માટે તેમાં મોટા પાયે ઘઉંનો લોટ અને ચણાના લોટ (બેસન) નું મિશ્રણ કરવામાં આવ્યું હતું. લેબોરેટરીએ આ હળદરને ભેળસેળયુક્ત અને અત્યંત નબળી ગુણવત્તાવાળી જાહેર કરી છે. નોંધનીય છે કે જપ્ત કરાયેલા કાજુના નમૂનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણીની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આ વેપારી સામે કડક કાનૂની પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સહકારી મંડળીઓમાં પારદર્શિતા વધારવા સરકારનો મોટો નિર્ણય:કસ્ટોડિયન અને તપાસ અધિકારીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર, 2030 સુધી અમલમાં રહેશે નિયમો
    Next Article
    Bengaluru’s ‘Stonehenge’ flyover to open by October after many missed deadlines

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment