Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:229 ખાણીપીણીની જગ્યાઓમાં ચેકિંગ, સી.જી. રોડ પરની બેકરીમાંથી જીવાત નીકળવા મામલે 25 હજારનો દંડ

    18 hours ago

    શહેરના સીજી રોડ ઉપર BEEKAY BAKERSની નાનખટાઈમાંથી જીવાત નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ બેકરીની હાઈજેનિક કન્ડીશન મામલે નોટિસ ફટકારીને રૂ .25 હજારનો દંડ વસૂલ કરાયો છે. AMC ફુડ વિભાગ દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો, ડેરી, બેકરી, ચવાણા એન્ડ સ્વીટમાર્ટ સહિતના એકમોમાં ચેકિંગ કરીને 127 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવી AMC ફુડ વિભાગ છેલ્લા 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 64 TPC ટેસ્ટ કરાયા છે તથા 144 કિ. તથા 138 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કરાયો છે અને રૂ.1.78 લાખનો દંડ વસૂલ કરાયો છે. ફુડ વિભાગ દ્વારા શેરડીના રસના 7, દૂધ અને દૂધની બનાવટોના 12, બેકરી પ્રોડક્ટ્સના 4, પાણી પુરી અને મસાલના 3, નમકીનના 3, બેસન, લોટના 5, ખાદ્ય તેલના 3, મસાલાના 15 તથા અન્ય 75 સહિત કુલ 127 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફુડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, વગેરે ધંધા સાથે સકંળાયેલાઓના સ્થળે ચેકિંગ ઝૂંબેશ સઘન બનાવવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    પરિવારના ત્રાસથી નિવૃત્ત PIએ ઝેર પીધું:પાટીલની હર્ષ સંઘવીને ભલામણ, પોલીસબેડામાં મોટો ફેરફાર; શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર, રાજ્ય પર ફરી માવઠાનું સંકટ
    Next Article
    Shameful incident in Dakor | ખેડા યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના | Dwarkadhish Temple | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment