Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ધીમો પડતા AMC એક્શનમાં:બોપલ-ઘુમા સહિત 19 સોસાયટીઓ સિવાય તમામ જગ્યાએથી પાણીનો નિકાલ, સફાઈ અને ફોગિંગ યુદ્ધના ધોરણે શરૂ

    19 hours ago

    શહેરમાં 23 અને 24 જુલાઈ એમ બે દિવસ પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે વરસાદ બંધ થયા બાદ પાણી ઉતરી જતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક અસરથી એક્શનમાં આવ્યું છે. શહેરના 15 સ્થળો સિવાય તમામ રોડ રસ્તા પરથી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ચાંદલોડિયાનો એક અંડર પાસ હજી પણ બંધ છે. રોગચાળો અટકાવવા માટે શહેરના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ તેમજ ફોગિંગ અને પાવડર નાખીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાઈ રહ્યો છે, તેમ છતાં હાલ સમગ્ર શહેર મોટા ભાગે સામાન્ય સ્થિતિમાં આવી ગયું છે. આગામી એક દિવસ વરસાદની આગાહી હોવા છતાં રેડ એલર્ટ હવે ઓરેન્જ એલર્ટમાં પરિવર્તિત થયું છે અને ત્યારબાદ યેલો એલર્ટ તથા ગ્રીન સ્થિતિ તરફ આગળ વધવાની શક્યતા છે. ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 625 મિમી મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 625 મિમી, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 585 મિમી, મધ્ય ઝોનમાં 498 મિમી અને પશ્ચિમ ઝોનમાં 494 મિમી વરસાદ નોંધાયો છે. બોપલ વિસ્તારમાં આશરે 544 મિમી (લગભગ 22 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે બાકરોલ, સરખેજ અને જોધપુર સહિત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. શહેરના તમામ મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા છે. શહેરામાં રાણીપથી ચાંદલોડિયા તરફ જતો એક જ અંડરપાસ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. પાણીનો સંપૂર્ણ નિકાલ થયા બાદ તેને ફરી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે. અન્ય તમામ અંડરપાસ ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. ઇસ્કોન ગ્રીન અને બોપલ વિસ્તારમાં પાણીનું પ્રમાણ ઘટ્યું બોપલ વિસ્તારમાં આંબલી ગામ નજીક સેન્ટોસા પાર્ક વિસ્તારમાં ભરાયેલા પાણીનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ઇસ્કોન ગ્રીન અને બોપલ વિસ્તારમાં પાણીનું પ્રમાણ ઘટ્યું છે. બોપલનું ભૂગોળીય બંધારણ "સોસર" આકારનું હોવાને કારણે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે AMC દ્વારા આશરે 350 મીટર લાંબી ટ્રેન્ચ બનાવી, ડીવોટરિંગ પંપ મારફતે 1200 મિમીની લાઇન દ્વારા પાણી ઘુમા તળાવમાં અને ત્યાંથી ગોતા-ગોધાવી કેનાલ મારફતે આગળ છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ ડીવોટરિંગ પંપ તેમજ રતન તળાવ ખાતે પણ પંપિંગ દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હોવાનું તેમણે જણાવ્યું. મકરબા, સરખેજ સહિતના વિસ્તારોમાં પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ગઈ . મોડી રાતે પમ્પિંગ સ્ટેશનનું અપગ્રેડેશન યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું. 148 માંથી 133 સ્થળોએ પાણીનો સંપૂર્ણ નિકાલ શહેરમાં કુલ 148 વોટરલોગિંગ સ્થળોમાંથી 133 સ્થળોએ પાણીનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 15 સ્થળોએ કામગીરી હજુ પણ ચાલુ છે. તે જ રીતે પાણી ભરાયેલી 126 સોસાયટીઓમાંથી 107 સોસાયટીઓમાં પાણીનો નિકાલ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બાકીની 19 સોસાયટીઓમાં ડીવોટરિંગ કામગીરી ચાલુ છે. AMCના 7,580 કર્મચારીઓએ મેદાનમાં ઉતર્યા હતા ભારે વરસાદ બાદ સ્વચ્છતા કામગીરી અંગે તેમણે જણાવ્યું કે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 480 ટીમોના 7,580 કર્મચારીઓએ મેદાનમાં ઉતરીને પાણી ઉતર્યા બાદ 664 ટન કાદવ અને ગંદકીનો નિકાલ કર્યો છે. ઉપરાંત રોડ અને રહેણાંક વિસ્તારોમાંથી 3,473 મેટ્રિક ટન કચરાનું નિકાલ કરવામાં આવ્યું છે. વરસાદ બાદ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. એક જ દિવસમાં 1.25 લાખ ક્લોરિનની ગોળીઓનું વિતરણ આરોગ્ય સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતાં AMCના હેલ્થ વિભાગ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. આજે એક જ દિવસમાં 1.25 લાખ ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે અગાઉના દિવસે પણ આશરે 1.52 લાખ ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ પાણી વિતરણ કેન્દ્રો પર હાઈ ક્લોરિનેશન દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય. શહેરમાં જ્યાં જ્યાં વરસાદના કારણે રસ્તાઓ પર સેટલમેન્ટ અથવા પોથોલ સર્જાયા છે ત્યાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમો તાત્કાલિક મરામત કામગીરીમાં લાગી ગઈ છે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ઝડપથી પૂર્વવત્ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સાબરમતી બેરેજનું લેવલ 126 સુધી વધારવાનો વિચાર સાબરમતી બેરેજનું લેવલ હાલ આશરે 123.5 રાખવામાં આવ્યું છે અને પરિસ્થિતિ અનુકૂળ બનતાં તેને 125થી 126 સુધી વધારવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં શહેરના જાહેર, ખાનગી તેમજ કોમર્શિયલ વિસ્તારોમાંથી કોઈપણ પ્રકારની ફરિયાદ પ્રાપ્ત થતાં જ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાગરિકોને કોઈપણ સમસ્યા જણાય તો તેઓ AMCના કન્ટ્રોલ રૂમ અથવા સંબંધિત માધ્યમ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે, જેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે તંત્ર પ્રતિબદ્ધ છે. નાગરિકોની દરેક ફરિયાદનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ સતત મેદાનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી સહિતના કેટલાક અધિકારીઓ અસ્વસ્થ હોવા છતાં પણ સતત ફરજ બજાવી રહ્યા છે. નાગરિકોની દરેક ફરિયાદનું ઝડપથી નિરાકરણ લાવવા અને શહેરને સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં પરત લાવવા માટે AMCની તમામ ટીમો સતત કાર્યરત રહેશે.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સુરતમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ:કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ, કહ્યું-NEET મુદ્દે સરકાર સામે યુવાનોની જીત
    Next Article
    'Cockroach' To People's Movement: How The Student Protest Outgrew Founders

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment