Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સમસ્યા મુદ્દે AMC કમિશનરનું કડક વલણ:નાગરિકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરો નહીં તો દંડ કરો, ઈલેક્ટ્રીક વિભાગના કામોની દરખાસ્તને લઈને વિવાદ

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વીકલી રિવ્યૂ બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, દબાણ, સ્વચ્છતા અને મચ્છરજન્ય રોગચાળા મુદ્દે કડક સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ, મનપાના લાઇટ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા બે ઇલેક્ટ્રિકલ ટેન્ડરોમાં અનિયમિતતા અને શંકાસ્પદ કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ટ્રાફિક, પાર્કિંગ અને જાહેર શિસ્ત અંગેના મુખ્ય નિર્ણયો ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવા અને બેદરકાર અધિકારીઓ કે એજન્સીઓ સામે પેનલ્ટી કરવાનો આદેશ કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશન અને SG હાઇવે પર ટ્રાફિક-દબાણની સમસ્યા ઉકેલવા ખાસ ભાર મૂકાયો છે. દરેક ટ્રાફિક જંકશનની અલગ સમસ્યા ઓળખીને પ્લાનિંગ કરવા અને દાંડી બ્રિજ પર વારંવાર નિયમ ભંગ કરનારા સામે કાયદાકીય કડક પગલાં લેવા જણાવાયું છે. પાર્કિંગ સમસ્યા માટે 'અમદા એપ' અને તેનું ડેશબોર્ડ તૈયાર કરાયું છે. શહેરમાં ફ્રી અને પેઇડ પાર્કિંગ નીતિ ઘડવા તેમજ CCTV સર્વેલન્સ, ડિજિટલ એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક મોનિટરિંગ વધારવા ડેપ્યુટી કમિશનરોને સૂચના આપી છે. લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવા બાઉન્સરો ઉપરાંત વોલન્ટિયર્સની સંખ્યા વધારી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સ્વચ્છતા અને આરોગ્ય વિષયક આદેશો કોર્પોરેશન સાથે સંકળાયેલી હોય તો પણ કોઈપણ એજન્સીના સ્થળે મચ્છરના લાર્વા મળી આવશે તો છૂટછાટ વગર તાત્કાલિક પેનલ્ટી કરાશે. CCRS પોર્ટલ પર નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અને પ્રદૂષણ મુક્ત બજેટની ફાળવણીનો ઝડપથી ઉપયોગ કરવા આદેશ અપાયો છે. ઇલેક્ટ્રિકલ ખાતાના ટેન્ડરોમાં વિવાદ મનપાની વિવિધ મિલકતોના ઇલેક્ટ્રિકલ કામો માટે બહાર પડાયેલા બે ટેન્ડરોથી શંકા-કુશંકાઓ જાગી છે. ઝોનલ, વોર્ડ ઓફિસો અને હેલ્થ સેન્ટરોના ઇલેક્ટ્રિકલ રિપેરીંગ માટે જૂના કોન્ટ્રાક્ટર 'સન ટ્રેડિંગ કંપની' લોએસ્ટ આવતા, તેને ₹84.73 લાખના ખર્ચે 1 નવેમ્બર 2025થી પાછલી અસરથી કામગીરી બતાવી બિલ ચૂકવવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ઇલેક્ટ્રિફિકેશન કામ માટે 'ગ્રીન એનરકોન' નામના કોન્ટ્રાક્ટરે વાટાઘાટો પછી પણ 7.45% ઉંચા ભાવ માગ્યા હોવા છતાં, લાઇટ ખાતાએ ₹4 કરોડનું ટેન્ડર કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી દેતાં સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:શ્રાવણના પહેલાં દિવસે તુલા અને ધન રાશિના જમીન-સંપત્તિના મુદ્દાઓ ઉકેલાશે, કન્યા રાશિએ નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી
    Next Article
    સુરત મનપાના બે મહત્તવના નિર્ણય:મેદાન વગરની 70 સ્કૂલમાં ધાબા પર ધ્વજવંદન પર રોક, સીધી ભરતીમાં માજી સૈનિકોને મળશે અનામત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment