Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC 100 ચો.મી. મોટી સોસાયટીમાં ગ્રાન્ટ આપશે:હાટકેશ્વર સ્મશાનમાં સમય સાથે ખર્ચ વધ્યો, કન્સલ્ટન્ટ સામે કાર્યવાહી અંગે સૂચના

    7 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓના અણઘડ આયોજનના કારણે ખોખરા વિસ્તારમાં બની રહેલા હાટકેશ્વર મુક્તિધામના નવીનીકરણ પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર અને અંધાધૂંધી સામે આવી છે. પ્રોજેક્ટની સમયમર્યાદા વીતી જવા છતાં કામ અધૂરું રહ્યું છે અને ટેન્ડર ખર્ચમાં બમણાથી પણ વધુનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં મંજૂર થયેલા ટેન્ડર વખતે અચેર અને હાટકેશ્વર મુક્તિધામના વિકાસ કાર્યોનો અંદાજિત ખર્ચ રૂ. 19.83 કરોડ રાખવામાં આવ્યો હતો, જે હવે બેજવાબદાર આયોજન અને ડિઝાઇનમાં વારંવારના ફેરફારોને પગલે ઉછળીને સીધો રૂ. 40.43 કરોડ થઈ ગયો છે. આ સાથે જ વાડજ સ્મશાનનું કામ પણ છ વર્ષથી ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ મનપાએ સોસાયટીઓમાં ધારાસભ્ય અને કોર્પોરેટર ગ્રાન્ટ ફાળવવાના નિયમો હળવા કરવાનો મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. કન્સલ્ટન્સીની ઘોર બેદરકારીથી પિલ્લર ખોદતાં જ પાણી નીકળ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ, હાટકેશ્વર સ્મશાન પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી 'પારેખ એસોસિએશન' નામની કન્સલ્ટન્સીને સોંપવામાં આવી હતી. આ કન્સલ્ટન્સી દ્વારા જમીનનો યોગ્ય સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો અને ભૂગર્ભ જળસ્તરની યોગ્ય ચકાસણી કરવામાં આવી નહોતી. પિલ્લર માટે ખોદકામ શરૂ કરાતાં જ નીચેથી પાણી નીકળી આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો. પરિણામે મૂળ ડિઝાઇનમાં મોટા ફેરફાર કરવા પડ્યા અને પ્રોજેક્ટ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થયો. હાલ નવી ડિઝાઇન અનુસાર ફાઉન્ડેશનની સપાટી પર રબલ એટલે કે મોટા પથ્થરો નાખી પાણી રોકવાની કવાયત ચાલી રહી છે. આ ગંભીર ક્ષતિ બદલ જવાબદાર કન્સલ્ટન્સી સામે આકરી કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી દેવાઈ છે. વાડજ સ્મશાનનું કામ પણ 6 વર્ષે 92 ટકા માંડ પૂરું થયું હાટકેશ્વર ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ સ્મશાનગૃહના પ્રોજેક્ટમાં પણ વહીવટી તંત્રની ભારે ઢીલાશ જોવા મળી છે. નવેમ્બર 2020માં આશરે રૂ. 13.80 કરોડના ખર્ચે શરૂ કરાયેલું આ કામ છ વર્ષનો લાંબો સમયગાળો વીતવા છતાં હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. મનપા અધિકારીઓના દાવા મુજબ, હાલમાં કામગીરી આશરે 92 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. શરૂઆતમાં હયાત સ્મશાન ચાલુ રાખીને બાજુની જગ્યા પર દબાણો હોવા છતાં નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ કોવિડ કાળ અને લોકડાઉનના કારણે મજૂરો ન મળતાં કામ અટક્યું હતું અને આખરે વર્ષ 2024માં જૂનું સ્મશાન તોડવાની મંજૂરી અપાઈ હતી. હવે સત્તાધીશો દ્વારા સપ્ટેમ્બરના અંત સુધીમાં આ કામ લોકાર્પણ માટે તૈયાર થઈ જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 100 ચોરસ મીટરથી મોટા મકાનો ધરાવતી સોસાયટીઓને પણ વિકાસ ગ્રાન્ટ મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના નાગરિકો માટે એક મોટો નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી માત્ર 100 ચોરસ મીટર કરતાં નાના મકાનો ધરાવતી સોસાયટીઓમાં જ કોર્પોરેટર કે ધારાસભ્યના ફંડમાંથી 80-20 યોજના હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવતા હતા. જોકે હવે 100 ચોરસ મીટરથી મોટા મકાનો કે બંગલો ધરાવતી સોસાયટીઓમાં પણ સરકારી ગ્રાન્ટમાંથી પેવર બ્લોક, આરસીસી રોડ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નીતિમાં સુધારો કરવાનો આદેશ અપાયો છે. કમિટી દ્વારા આ અંગેની નવી નીતિ ઘડીને આખરી મંજૂરી માટે રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવશે, જેથી શહેરના વધુ વિસ્તારોને જાહેર વિકાસ કાર્યોનો લાભ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    ગર્લ્સ મેસમાં ઇયળ બાદ હવે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યો વાંદો:સતત બીજા દિવસે ભોજનમાંથી જીવાત નીકળતાં હોબાળો, ABVP સાથે વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠા
    Next Article
    દુઃખભંજન મહાદેવ મંદિરમાં સંગીતમય હનુમાન ચાલીસા પાઠ યોજાયો:શ્રાવણ માસ નિમિત્તે હરિ સીતારામ ધૂન મંડળે આયોજન કર્યું, ઘણા ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment