Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCના લાંચિયા ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસરની હકાલપટ્ટી:અમિત ડોંગરેના ઘરેથી ₹1.10 લાખ કબજે કર્યા, 3 બેંક એકાઉન્ટ ને 1 લોકર ફ્રીઝ; 4 દિવસના રિમાન્ડ મંજૂર

    1 day ago

    અમદાવાદ મનપાના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં ભાવસિંહ ઝાલાને ACBએ ઝડપી પાડ્યા હતા. 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે લાંચ માંગવામાં આવી હતી. AMC દ્વારા અમિત ડોંગરની હકાલપટ્ટી કરાઈ છે, જ્યારે ACBએ તેના ઘરેથી ₹1.10 લાખની રોકડ કબજે કરી છે. ત્રણ બેંક એકાઉન્ટ અને એક લોકર પણ ફ્રીઝ કર્યા છે. આ ઉપરાંત બંને આરોપીઓના 4 દિવસના (12 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી) રિમાન્ડ મેળવ્યા છે. ફાયર અધિકારીઓ લાંચના નાણાં ખાનગી FSO મારફતે સ્વીકારતા લાંચ કેસમાં ACBની તપાસમાં બિલ્ડિંગ NOC રિન્યુ કરાવવાનું ફાયર વિભાગમાં એક મોટું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો છે. જેમાં ખાનગી સંસ્થાના ફાયર સેફ્ટી ઓફિસર (FSO) ઓનલાઇન અરજી કર્યા બાદ સ્થળ તપાસ પૂર્ણ કરી NOC એપ્રૂવ કરાવવા માટે ફાયર અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરતા હતા. ફાયર અધિકારીઓ લાંચના નાણાં ખાનગી FSO મારફતે સ્વીકારતા હતા. ક્લાસ-1 અધિકારીની સસ્પેન્ડને બદલે હકાલપટ્ટી કરાઈ એસીબી દ્વારા છેલ્લાં દોઢ વર્ષમાં આપવામાં આવેલી તમામ NOCની સઘન તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત વાંચ ગામ ખાતેની ફટાકડા ફેક્ટરીઓને આપેલી NOCમાં પણ લાંચ લેવાઈ હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ACBની ટ્રેપના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે, કોઈ ક્લાસ-1 અધિકારીને સસ્પેન્ડ કરવાના બદલે સીધો નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો હોય, કારણ કે અમિત ડોંગરે પ્રોબેશન પિરિયડ પર હતો. બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર એસીબીએ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જોકે કોર્ટે 12 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમિત ડોંગરેના મોબાઇલ તપાસીને આ કૌભાંડમાં અન્ય કોઈ ડિવિઝનલ ફાયર અધિકારી સંડોવાયેલા છે કે કેમ તથા તેની પૂર્વ નિમણૂક દરમિયાનની પ્રવૃત્તિઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ઉપરાંત અમિત ડોંગરે થોડા સમય પહેલા જ બીજા લગ્ન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડિરેક્ટર લોકેશ કનગરાજનો 'ડીસી'માં દમદાર અભિનય:શાનદાર વિઝ્યુઅલ્સ અને દમદાર સંગીત, પણ જાણો ચૂક ક્યાં રહી ગઈ
    Next Article
    જન્માષ્ટમી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે:રાજકોટના લોકમેળામાં દૈનિક 4 કલાક પ્રસ્તુતિ માટે કલાકારો-ગ્રુપો પાસેથી અરજીઓ મંગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment