Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્ટી કરતા લોકો પર અચાનક AK-47થી અંધાધૂંધ ફાયરિંગ:17 લોકો ઢળી પડ્યા, 8 હુમલાખોરો ફોન છીનવી ફરાર; દક્ષિણ આફ્રિકામાં અડધી રાતે નરસંહાર

    12 hours ago

    બારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 13 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશિપની છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગૌતાંગમાં બની હતી. ગોળીબાર પહેલાં લોકો પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરો AK-47 લઈને આવ્યા અને ગોળીબાર કરી દીધો. પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. આ પહેલાં દક્ષિણ આફ્રિકાના ક્વા-મખુથા વિસ્તારમાં 4 દિવસ પહેલાં પણ સામૂહિક ગોળીબાર થયો હતો. તેમાં 12 લોકોનાં મોત થયા હતાં. 8 અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યો દક્ષિણ આફ્રિકાની પોલીસના જણાવ્યા મુજબ 8 અજાણ્યા હુમલાખોરો બારમાં પહોંચ્યા અને બહાર બેસીને દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો. ત્યારબાદ હુમલાખોરો બારની અંદર ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર પણ ગોળીબાર કર્યો. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો પાસે AK-47 રાઇફલ ઉપરાંત પિસ્તોલ પણ હતી. ગોળીબાર બાદ હુમલાખોરોએ કેટલાક લોકોની તલાશી લીધી અને તેમના મોબાઇલ ફોન છીનવી લીધા. ત્યારબાદ તેઓ બે અજાણી ગાડીઓમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રવિવાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. કેપટાઉનમાં થયેલા ગોળીબારમાં 10 લોકોનાં મોત દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પણ ગોળીબારની ઘટના સામે આવી છે. લ્વાંડલે વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક દુકાન પર થયેલા ગોળીબારમાં 10 લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલો લગભગ રાત્રે 1 વાગ્યે થયો હતો. આ મામલે પણ હુમલાખોરો અને હુમલાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. --------------------- આ સમાચાર પણ વાંચો… પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત:30 ઘાયલ, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો, આ વર્ષે 900થી વધુ આતંકી હુમલા પાકિસ્તાનમાં શનિવારે આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત થયા. વિસ્ફોટમાં આશરે 30 લોકો ઘાયલ થયા છે. હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં પોલીસ ચોકી પર થયો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    'તું બહુ બોલી રહ્યો છે...':સલમાન ખાન પછી રણબીર કપૂર પાપારાઝી પર ભડક્યો, આલિયાને ભીડમાંથી સુરક્ષિત કાર સુધી લઈ ગયો
    Next Article
    દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો:AAPએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment