Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ પાલિકા ચૂંટણી મહાસંગ્રામ:કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા AIMIM મેદાને ઉતરી

    14 hours ago

    ભુજ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટેનો રાજકીય માહોલ ગરમાયો છે. ગત 2021ની ચૂંટણી કરતાં આ વખતનો જંગ વધુ રોમાંચક બની રહ્યો છે, જેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) જેવા નવા રાજકીય પક્ષોની એન્ટ્રી છે. આ નવા ખેલાડીઓના આગમનથી ભુજના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થવાની પૂરી સંભાવના છે. હાલમાં 2026ની ચૂંટણી માટે કુલ 133 ફોર્મ ભરાયા છે. જો ભૂતકાળ પર નજર કરીએ તો, 2021માં કુલ 149 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 6 પરત ખેંચાયા હતા અને 27 રદ થયા હતા. બિનહરીફ ઉમેદવારોની વાત કરીએ તો, 2021માં વોર્ડ નં. 9માં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આ વખતે ઇતિહાસ વોર્ડ નં. 11માં પુનરાવર્તિત થતો જોવા મળી રહ્યો છે. 2026માં વોર્ડ નં. 11માં કોંગ્રેસમાંથી માત્ર એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી, આ વોર્ડમાં અત્યારથી જ 3 સભ્યો બિનહરીફ થઈ ગયા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ જંગ વોર્ડ નં. 1 અને 2 માં ખેલાશે. ગત 2021ની ચૂંટણીમાં કોંગ્રેસે ભુજમાં કુલ 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને આશ્ચર્યની વાત એ છે કે આ તમામ 7 બેઠકો માત્ર આ બે વોર્ડમાંથી જ આવી હતી (વોર્ડ નં. 1 માં ચારેય અને વોર્ડ નં. 2 માં 3 બેઠકો). આ બંને વોર્ડ કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાય છે. પરંતુ આ વખતે AIMIM પક્ષે વોર્ડ નં. 1 માં 4 અને વોર્ડ નં. 2 માં 1 ઉમેદવારને મેદાનમાં ઉતારીને કોંગ્રેસની વોટબેંકમાં સીધું ગાબડું પાડવાની રણનીતિ અપનાવી છે. મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળા આ વિસ્તારમાં હવે ચૂંટણી અત્યંત રસાકસીભરી બની છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગના વોર્ડમાં આક્રમક રવૈયો અપનાવ્યો છે. ‘આપ’ દ્વારા વિવિધ વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે: વોર્ડ 1માં 4, વોર્ડ 2માં 3, વોર્ડ 3માં 4, વોર્ડ 4માં 2, વોર્ડ 5માં 3, વોર્ડ 6માં 3, વોર્ડ 8માં 1, વોર્ડ 9માં 1 અને વોર્ડ 10માં 4 ઉમેદવારો મેદાનમાં છે. આમ, બહુમતી વોર્ડમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. જ્યારે સમગ્ર નગરપાલિકામાં માત્ર વોર્ડ નં. 7 જ એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોઈ ત્રીજો પક્ષ ન હોવાથી સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સામસામી ટક્કર જામશે. 1 અને વોર્ડ 10માં 4 ઉમેદવારો મેદાનમાં છે. આમ, બહુમતી વોર્ડમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. જ્યારે સમગ્ર નગરપાલિકામાં માત્ર વોર્ડ નં. 7 જ એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોઈ ત્રીજો પક્ષ ન હોવાથી સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સામસામી ટક્કર જામશે. વોર્ડ વાઈઝ ફોર્મ (2026ના સંભવિત ફોર્મ છે) 15 એપ્રિલે ચિત્ર થશે સ્પષ્ટ હાલ ભલે 133 ફોર્મ ભરાયા હોય, પરંતુ આગામી દિવસોમાં ચૂંટણી પંચના નિયમો મુજબ ડમી ફોર્મ અને જે ફોર્મમાં ભૂલ હશે તે રદ થવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત પણ ખેંચી શકે છે. આ તમામ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 15 એપ્રિલના રોજ ભુજ નગરપાલિકાની ચૂંટણીનું સચોટ અને અંતિમ ચિત્ર બહાર આવશે. આ વખતે ઘણા જાણીતા ચહેરા મેદાનમાં ઉતરતા રસાકસીની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    IIM Mumbai, IIT Bombay to offer new 4-year UG course on Digital Science and Business Management
    Next Article
    વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી માળીનું મોત:CCTV ફૂટેજ સામે આવ્યા, મેઈન્ટેનન્સ પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment