Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્વિશા શર્માના સ્કિન ટિશ્યુ જીમ બેલ્ટ પર મળ્યા:દિલ્હી AIIMSએ 11 પેજનો ફોરેન્સિક રિપોર્ટ સીલબંધ કવરમાં CBIને સોંપ્યો

    15 hours ago

    ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં દિલ્હી AIIMSના મેડિકલ બોર્ડે પોતાનો અંતિમ ફોરેન્સિક રિપોર્ટ CBIને સુપરત કર્યો છે. સૂત્રો અનુસાર, રિપોર્ટમાં કથિત રીતે ફાંસીમાં ઉપયોગમાં લેવાયેલી જિમ બેલ્ટ પર સ્કિન ટિશ્યુ મળ્યા હોવાનું અને બેલ્ટના નિશાન ગરદન પર મળેલા લિગેચર માર્ક સાથે મેચ થતા હોવાનું સામે આવ્યું છે. જોકે, રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. સૂત્રો અનુસાર, દિલ્હી AIIMSના પાંચ સભ્યોના મેડિકલ બોર્ડે 11 પાનાનો અંતિમ રિપોર્ટ 10 જુલાઈએ સીલબંધ કવરમાં CBIને સુપરત કર્યો. રિપોર્ટની અનુપાલન નકલ મધ્યપ્રદેશ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ મોકલવામાં આવી છે. મેડિકલ બોર્ડે 24 મેના રોજ બીજું પોસ્ટમોર્ટમ કરવા ઉપરાંત ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિસ્ટોપેથોલોજિકલ અને અન્ય લેબ તપાસમાં જીમ બેલ્ટ પર મળેલા સ્કિન ટિશ્યુની પુષ્ટિ થઈ છે. સાથે જ, બેલ્ટ પરના નિશાન અને ટ્વિશાની ગરદન પર મળેલા લિગેચર માર્ક વચ્ચે વૈજ્ઞાનિક સમાનતા જોવા મળી છે. રિપોર્ટ તૈયાર કરતા પહેલા નિષ્ણાતોએ લગભગ એક મહિના સુધી વિવિધ વૈજ્ઞાનિક પરીક્ષણો અને ફોરેન્સિક વિશ્લેષણ કર્યા હતા. રિપોર્ટ સાર્વજનિક નથી, CBI તપાસમાં ઉપયોગ કરશે દિલ્હી AIIMSના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. સુધીર ગુપ્તાએ રિપોર્ટની સામગ્રી પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે મેડિકલ બોર્ડે તમામ સંભવિત પાસાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને તારણો તૈયાર કર્યા છે. કોર્ટના નિર્દેશોને કારણે રિપોર્ટ હાલમાં સાર્વજનિક કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટના આદેશ પર થયું હતું બીજું પોસ્ટમોર્ટમ 12 મેની રાત્રે ભોપાલના કટારા હિલ્સ સ્થિત સાસરીમાં ટ્વિશા શર્મા શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી હતી. સાસરી પક્ષે તેને આત્મહત્યા ગણાવી હતી, જ્યારે પિયર પક્ષે હત્યાનો આરોપ લગાવ્યો હતો. પ્રારંભિક તપાસ અને પહેલા પોસ્ટમોર્ટમ પર સવાલો ઉઠ્યા બાદ પરિવારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, ત્યારબાદ દિલ્હી AIIMS દ્વારા બીજું પોસ્ટમોર્ટમ કરાવવા અને બાદમાં કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો. બીજું પોસ્ટમોર્ટમ શા માટે કરાવવું પડ્યું? પહેલાં પોસ્ટમોર્ટમ દરમિયાન કથિત રીતે ફાંસીમાં ઉપયોગમાં લેવાયેલી જિમ બેલ્ટ મેડિકલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી ન હતી. આ જ કારણોસર મોતના કારણ અને ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અંગે ઘણા પ્રશ્નો ઊભા રહ્યા. આ જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે દિલ્હી AIIMS ના નિષ્ણાત મેડિકલ બોર્ડ દ્વારા ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાનો આદેશ આપ્યો હતો. હવે આ અંતિમ ફોરેન્સિક રિપોર્ટ સીબીઆઈની તપાસમાં મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પુરાવા માનવામાં આવી રહી છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ રહી છે કોર્ટમાં રજૂઆત જણાવી દઈએ કે ગિરિબાલા સિંહ હાલ ભોપાલ સેન્ટ્રલ જેલના મહિલા કેદી વોર્ડમાં બંધ છે, જ્યારે સમર્થ સિંહ ભોપાલ સેન્ટ્રલ જેલના 'બી' ખંડ સ્થિત બિલ્ડિંગ સેન્ટરમાં ન્યાયિક કસ્ટડીમાં છે. બંનેને કોર્ટના આદેશ પર 2 જૂને જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારથી તેમની દરેક સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરી કરાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Chennai Metro new rule: Playing music without earphones can attract Rs 2,500 fine
    Next Article
    હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ:શહેરના 50 સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હજારો રોપા વવાયા, ડેપ્યુટી CM સંઘવી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment