Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ:શહેરના 50 સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હજારો રોપા વવાયા, ડેપ્યુટી CM સંઘવી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું

    14 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત આજે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 50 જેટલા સ્થળોએ સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ વ્યાપક પર્યાવરણીય ઝુંબેશનો મુખ્ય કાર્યક્રમ સવારે કોલવડા સ્થિત ગોરા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર પાટનગરને ફરી એકવાર ઐતિહાસિક ‘આંબાવાડિયા’ તરીકે પ્રસ્થાપિત કરવા અને પર્યાવરણને શુદ્ધ કરવાના હેતુથી હાથ ધરાયેલા આ આયોજનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. 6,000 આંબા, 2,000 બોરસલી, 2,000 સીતાફળ તેમજ અન્ય વૃક્ષોનું વાવેતર કરાયું ગાંધીનગરના કોલવડા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમના પ્રારંભે ગાયત્રી પરિવાર અને ઇસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન તેમજ વૃક્ષપૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, કોલવડા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. ગોરા હનુમાન મંદિર પરિસરમાં વન કૃપા ફાઉન્ડેશનના સક્રિય સહયોગથી 12,500 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જેમાં 6,000 આંબા, 2,000 બોરસલી, 2,000 સીતાફળ તેમજ અન્ય ઔષધિય અને છાયાવાળા વૃક્ષોનો સમાવેશ થાય છે. સંસ્થાઓ, ઉદ્યોગકારો અને પ્રકૃતિપ્રેમી નાગરિકોનો આભાર માન્યો હતો આ મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સેકટર-8 સ્થિત શહેર ભાજપ કાર્યાલય શ્રી અટલ કમલમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સંગઠનની આ ભગીરથ કામગીરીને બિરદાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવેએ આ ઝુંબેશને જનભાગીદારીથી સફળ બનાવવા બદલ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગકારો અને પ્રકૃતિપ્રેમી નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે આગામી પેઢીના સુરક્ષિત ભવિષ્ય અને શુદ્ધ હવા માટે નાગરિકોને વાવેલા વૃક્ષોના નિયમિત જતન માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી. ગાંધીનગરને દેશનું સૌથી લીલાછમ અને આદર્શ મોડેલ સિટી બનાવવા માટે સહયોગની અપેક્ષા આ સામૂહિક પ્રકૃતિ યજ્ઞમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સાથે પોલીસ, હોમગાર્ડ અને સીઆરપીએફના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ત્રણ વિશેષ વૃક્ષરથ મારફતે નાગરિકોને ઘરઆંગણે જ વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેથી લોકભાગીદારી વધુ મજબૂત બને. પાલિકા તંત્રે તમામ નગરજનોને વાવેલા છોડને ઉછેરીને મોટો કરવાની સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી અને ગાંધીનગરને દેશનું સૌથી લીલાછમ અને આદર્શ મોડેલ સિટી બનાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્વિશા શર્માના સ્કિન ટિશ્યુ જીમ બેલ્ટ પર મળ્યા:દિલ્હી AIIMSએ 11 પેજનો ફોરેન્સિક રિપોર્ટ સીલબંધ કવરમાં CBIને સોંપ્યો
    Next Article
    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:1.42 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment