Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIADMKના 30 ધારાસભ્યો વિજય સાથે આવવા માંગે છે:પલાનીસામી સાથે માત્ર 17 નેતાઓ; પાર્ટી બે જૂથમાં વહેંચાઈ શકે છે

    2 days ago

    તમિલનાડુમાં AIADMK પાર્ટીમાં ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં AIADMK માત્ર 47 બેઠકો જ જીતી શકી. એક જૂથ પલાનીસામીનું છે, જેના સમર્થનમાં 17 નેતાઓ છે. જ્યારે બીજું જૂથ વેલુમણિનું છે, જેમની પાસે 30 ધારાસભ્યોનો સાથ છે. બંને જૂથોમાં મતભેદ ત્યારે દેખાયા, જ્યારે AIADMKના નવનિર્વાચિત સભ્યો સોમવારે તમિલનાડુની 17મી વિધાનસભાના પ્રથમ સત્રમાં ભાગ લેવા આવ્યા. એક જૂથે પ્રોટેમ સ્પીકર એમવી કરુપૈયાને એક પત્ર સોંપ્યો, જેમાં તેમને પી વેલુમણિને AIADMK ધારાસભ્ય દળના નેતા જાહેર કરવા વિનંતી કરવામાં આવી હતી. જ્યારે બીજા જૂથે પાર્ટીના મહાસચિવ એડપ્પાદી કે. પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા જાહેર કરવાની માંગ કરી. બીજી તરફ, સૂત્રોનું માનીએ તો વેલુમણિ સાથેનું 30 ધારાસભ્યોનું જૂથ રાજ્યમાં TVK પાર્ટીને સમર્થન આપવા માંગે છે. જ્યારે પલાનીસામી તેનો વિરોધ કરી રહ્યા છે. AIADMKના પૂર્વ નેતા બોલ્યા- પાર્ટીમાં ફાટફૂટ પડી ચૂકી છે AIADMKના પૂર્વ નેતા કેસી પલાનીસામીએ કહ્યું કે, પાર્ટીની અંદર સ્પષ્ટપણે ફાટફૂટ પડી ચૂકી છે. ઘણા ધારાસભ્યો નેતૃત્વમાં બદલાવ ઈચ્છે છે. જો એડપ્પાદી નેતા બની રહેશે, તો એવી સંભાવના છે કે કેટલાક ધારાસભ્યો TVKને સમર્થન આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે એડપ્પાદી પલાનીસામીએ પાર્ટીના સર્વોચ્ચ પદ પરથી સ્વેચ્છાએ હટી જવું જોઈએ જેથી પાર્ટી ફરીથી એકજૂટ થઈ શકે અને આગામી ચૂંટણી લડી શકે. AIADMKમાં ફાટફૂટ પડવાના 4 કારણો... TVK ચીફ અને અભિનેતા વિજય તમિલનાડુના 9મા સીએમ બન્યા તમિલગા વેત્રી કડગમ (TVK) ચીફ અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજયે 10 મેના રોજ તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. TVK નેતા એમવી કરુપ્પૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યપાલે CM વિજયને 13 મેના રોજ વિશ્વાસ મત મેળવવા જણાવ્યું છે. 59 વર્ષ પછી પહેલીવાર બિન DMK-AIADMK સરકાર તમિલનાડુમાં 1967 પછી પહેલીવાર દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) સિવાય કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની છે. 1967માં DMKએ કોંગ્રેસને હરાવીને પહેલીવાર સત્તા મેળવી હતી. 1972માં એમ.જી. રામચંદ્રન (MGR) DMKથી અલગ થઈને AIADMK બનાવી અને ત્યારથી બંને પક્ષો વારાફરતી સત્તામાં આવતા રહ્યા. આ સમય દરમિયાન કોંગ્રેસ, ભાજપ, PMK, DMDK જેવી ઘણી પાર્ટીઓ ઉભરી, પરંતુ કોઈ પણ DMK-AIADMKના પ્રભુત્વને સમાપ્ત કરી શકી નહીં. આ રીતે છેલ્લા લગભગ 59 વર્ષથી તમિલનાડુની રાજનીતિ DMK અને AIADMKની આસપાસ જ ફરતી રહી. 59 વર્ષ પછી કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની છે. ------------------------- આ સમાચાર પણ વાંચો… વિજયના શપથમાં રાષ્ટ્રગાન-વંદેમાતરમ પર વિવાદ: DMK બોલી- પહેલા તમિલ ગીત વગાડવાની પરંપરા તમિલનાડુમાં સીએમ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં 'તમિલ થાઈ વાઝથુ' (તમિલ રાજ્ય ગીત) પહેલાં 'જન ગણ મન' અને 'વંદે માતરમ્' વગાડવા પર વિવાદ શરૂ થઈ ગયો છે. ડીએમકેએ આના પર વાંધો ઉઠાવ્યો છે. ડીએમકેનું કહેવું છે કે રાજ્યના સન્માન માટે તમિલ રાજ્ય ગીત સૌથી પહેલાં વગાડવું જોઈતું હતું.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 77,600ના સ્તરે ટ્રેડિંગ:નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો, 23,700ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે
    Next Article
    અધવચ્ચે કાળ ભરખી ગયો:ડભોડા બળિયાદેવ મંદિર પાસે ટ્રકે મોપેડને ટક્કર મારી, 9 વર્ષની કિશોરીનું મોત, ત્રણને ઈજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment