Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતનું પહેલું AI સિગ્નલ આમ કરે છે ટ્રાફિક કન્ટ્રોલ?, VIDEO:ગાંધીનગર મનપાના ડે.એન્જિનિયરે સમજાવી આખી સિસ્ટમ, જ્યાં લાંબી કતાર હોય ત્યાં આપો આપ સિગ્નલ ગ્રીન

    9 hours ago

    ગાંધીનગરના આઇકોનિક રોડ પર ગુજરાતનું સૌ પ્રથમ AI આધારિત ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ નવી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેનાથી વાહનચાલકોને શું ફાયદો થશે, તે અંગે ગાંધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી ઇજનેર મહર્ષિ રાવલે ખાસ દિવ્ય ભાસ્કર ડિજિટલ માટે સ્થળ પરથી વિસ્તૃત એક્સપ્લેનર આપ્યું હતું. ડેપ્યુટી એન્જિનિયર મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર, કોઈ એક તરફ વાહનોની લાઈન લાંબી હોય, તો AI સિસ્ટમ આપોઆપ તે બાજુનું સિગ્નલ જલ્દી 'ગ્રીન' કરી દેશે. જે તરફ ટ્રાફિક ઓછો હશે ત્યાં સમય ઘટાડી દેવામાં આવશે. રાત્રિના સમયે અથવા જ્યારે રસ્તો ખાલી હોય, ત્યારે વાહનચાલકે ખોટી રીતે સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે. સેન્સર વાહનની હાજરી ઓળખીને તરત રસ્તો ક્લિયર કરી આપશે. ‘શહેરના અન્ય વ્યસ્ત સર્કલો પર પણ આ સિસ્ટમ અમલી બનાવાશે’ ગાંધીનગરના આઇકોનિક રોડને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. આ AI સિગ્નલથી માત્ર ટ્રાફિક જ નહીં, પણ ઈંધણની બચત થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે. મહર્ષિ રાવલે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટની સફળતા બાદ શહેરના અન્ય વ્યસ્ત સર્કલો પર પણ આ સિસ્ટમ અમલી બનાવવાનું આયોજન થઈ શકે છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી પીક અવર્સ (ટ્રાફિકના સમયે) વાહનોનો ભરાવો ઓછો થશે. વાહનચાલકોએ હવે લાંબા ટાઈમરની રાહ જોવાને બદલે સિસ્ટમના ઓટોમેટિક રિસ્પોન્સ પર નિર્ભર રહેવાનું રહેશે, જે માનવ રહિત રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરશે. આના માટે આગામી ટૂંક સમયમાં અત્રેના રોડ પર હાઇટેક કન્ટ્રોલ રૂમ પણ બનાવામાં આવશે. જ્યાં થી સમગ્ર સિસ્ટમનું મોનીટરીંગ અને સંચાલન થશે. આ પ્રકારની સિસ્ટમ ગુજરાતમાં પહેલી વખત છે? હા. સૌ પ્રથમ GMC આ કોન્સેપ્ટ લાવ્યું. આ સિસ્ટમ લગાવવાનો આઈડિયા કોનો હતો? આ આઇડિયા મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાનો હતો. આ સિસ્ટમ કોણે લગાવી છે? GMC હસ્તકની ખાનગી કંપનીએ સિસ્ટમ લગાવી છે. આ સિસ્ટમ લગાવવાનો ખર્ચ કેટલો આવે છે? આઇકોનિક રોડ પરના પંચેશ્વર સર્કલ ફરતે લગાવેલા AI ટ્રાફિક સિગ્નલ 50 લાખથી વધુના ખર્ચે લાગેલા છે. આ સિસ્ટમમાં અત્યાર સુધી માઈનસ પોઈન્ટ શું સામે આવ્યા છે? ટાઈમર નથી.સામાન્ય રીતે નોર્મલ સિગ્નલો પર ટાઈમર લાગેલા છે. જેનાથી વાહન ચાલકને ખબર પડે કે સિંગલ કેટલી વારમાં ખુલવાનું છે. જોકે AI ટ્રાફિક સિગ્નલ આપોઆપ વાહનોની સંખ્યા અને ટ્રાફિકને ડિટેકટ કરી સિગ્નલ ખોલવાનો કમાન્ડ આપે છે.
    Click here to Read More
    Previous Article
    લોકો જ નહીં પશુ-પક્ષીઓ પણ બને છે હિટસ્ટ્રોકનો શિકાર:રાજકોટમાં આકરી ગરમીના કારણે રોજના 100 કેસ, અબોલ જીવના મૃત્યુદરમાં પણ 20 ટકાનો વધારો
    Next Article
    TCS કેસ- હિન્દુઓને નમાજ પઢાવનારો તૌસીફ માસ્ટરમાઈન્ડ:શિવ-બ્રહ્માનું અપમાન, પણ ધર્માંતરણનો કેસ નબળો, ઓફિસમાંથી 20 રાજીનામા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment