Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI કંપની OpenAI અને CEO સેમ ઓલ્ટમેન્ટ:નવી પેઢી માટે કારકિર્દીની દિશા બદલનાર કંપની અને નવો રોલ મોડેલ

    8 hours ago

    હોલિવૂડમાં ક્રિસ્ટોફર નોલન વિજ્ઞાન આધારિત કાલ્પનિક કથાનક પર ફિલ્મ બનાવવા મેદાનમાં આવ્યા એ પહેલા 1968માં સ્ટેન્લી ક્રુબ્રિક નામના દિગ્ગજ સર્જક, દંતકથા સમાન લેખક, આર્થર સી. ક્લાર્કની વાર્તા પરથી 2001-અ સ્પેસ ઓડિસી નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. જે આજે પણ એ સમયની સમયથી આગળ, કલ્ટ, ક્લાસિક ફિલ્મની કેટેગરીમાં આવે છે. કલ્પના હકીકત બની ગઇ એ ફિલ્મનો ઉઘાડ થાય છે એક અત્યંત મૌલિક દ્રશ્યથી. જેમાં એક વાનર જેવો દેખાતો આદિમાનવ હવામાં એક હાડકાનું બનેલું હથિયાર ઉડાવે છે અને એ હાડકું સ્પેસ રોકેટ બની જાય છે! મુગ્ધાવસ્થામાં જોયેલી ફિલ્મનું આ દ્રશ્ય આજે પણ એટલું જ વિસ્મય પમાડે છે. જ્યારે એ ફિલ્મમાં દર્શાવેલી એક સંકલ્પના નામે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે હકીકત બની ગઇ છે! તાજેતરમાં ભારતમાં AI સમિટ યોજાઇ ગઇ અને વિશ્વમાંથી AI ટેક્નોલોજીમાં મહત્વનું પ્રદાન કરનાર, કંપની સ્થાપનાર દિગ્ગજો આવીને ગયા. એમાં સૌથી વધુ જાણીતું નામ હતું ઓપન એઆઇ કંપનીના સીઇઓ સેમ ઓલ્ટમેન્ટનું! AIને લોકપ્રિય બનાવવાનો શ્રેય સેમ ઓલ્ટમેનને જાય છે ઓપન એઆઇ કંપની એ ChatGPT જે એક ચેટ આધારિત AI સહાયક છે તેને માર્કેટમાં લાવીને AI પ્રોડ્કટને લોકભોગ્ય અને લોકપ્રિય બનાવવાનું શ્રેય ઘણું બધું સેમ ઓલ્ટમેનને જાય છે અને અત્યારે AI એટલે ઓપન આઇએ એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે. જ્યારે ગૂગલના જેમિની, એન્થ્રોપિક નામની સ્ટાર્ટ અપનું કલોઉડ આઇ, ઇલોન મસ્કની કંપની xAI નું ગ્રોક વગેરે માર્કેટમાં આવી ગયા પછી પણ! 2015માં OpenAI ની સ્થાપના સેમ ઓલ્ટમેન, જીનિયસ એલોન મસ્ક અને અન્ય ટેક લીડર્સ દ્વારા 2015માં OpenAI ની સ્થાપના થઇ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવજાત માટે સુરક્ષિત અને ફાયદાકારક રીતે વિકસિત થાય એવા હેતુથી શરુ થયેલી આ કંપની તેના હરીફો અને દર મિનિટે બીજા ઉમેરાતા AI સંબંધિત સ્ટાર્ટઅપ હરીફોના હાથમાં હવે ફક્ત વિશ્વનું જોબ માર્કેટ, જે તે દેશની ઇકોનોમી, રાજકારણ જ નહીં પણ માનવીનું ભવિષ્ય પણ છે! હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન OpenAI ની વાત કરીએ તો, જેવી AI પ્રોડક્ટ્સ દ્વારા કંપની શિક્ષણ, આરોગ્ય, સોફ્ટવેર ડેવલપમેન્ટ, રિસર્ચ અને અનેક ઉદ્યોગોમાં ઉપયોગી સાબિત થઇ રહી છે અને AIને માનવ કલ્યાણ માટે ઉપયોગી બનાવવા માટે સતત પ્રયત્નશીલ OpenAI અને Sam Altman આજના સમયમાં ટેકનોલોજી વિશ્વના મહત્વપૂર્ણ નામ બની ગયા છે. AI ટેકનોલોજીનું લોકતંત્રિકરણ (Democratization of AI), શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં નવી તકો, AI સલામતી અને જવાબદારી પર ભાર અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના વપરાશ પર નિયમો અને કાયદાઓ પર સતત ચર્ચા કરતા રહેતા OpenAI ના સેમ ઓલ્ટમેન્ટ માને છે કે, AI માનવ જીવનને વધુ સારું બનાવી શકે પરંતુ સાથે સાથે તેની સુરક્ષા અને નૈતિકતા પર પણ ભાર મૂકવો જરૂરી છે. સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલ અદ્યતન ભાષા મોડલ ટેકનોલોજી (એલ એલ એમ), વિશાળ યુઝર બેઝ, Microsoft જેવી મજબૂત કંપનીની ભાગીદારી અને રિસર્ચમાં જંગી રોકાણ કરનાર OpenAI અત્યારે દરેક કમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરનાર માટે ડ્રિમ કંપની બની ચૂકી છે અને સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલ! પણ તોતિંગ કોમ્પ્યુટિંગ ખર્ચ, ડેટા પ્રાઇવસી જેવા મુદ્દા અને ગૂગલ, મેટા, એન્થ્રોપિક, માઇક્રોસોફ્ટ ઉપરાંત બીજી દર મિનિટે બજારમાં આવતી AI સ્ટાર્ટ અપ સાથેની હરિફાઇ સામે OpenAI હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન છે પરંતુ સ્પર્ધા ખૂબ જ તીવ્ર છે. અને કંપનીનું ભવિષ્ય આવનાર વર્ષોમાં AI માર્કેટનું વલણ, સતત કંઇ નવું આપવાનો પ્રયત્ન અને AI સલામતી આધારિત જે તે દેશના કાયદા અને રેગ્યુલેશન્સ પર નિર્ભર કરે છે અને આ વાત દરેક AI કંપનીને લાગુ પડશે! કંપની અને સરકારની જવાબદારી વધે છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે હેન્ડલ વિથ કેરના લેબલ સાથે આવે છે. કારણ કે, દર સેકન્ડે મજબૂત રહેલી આ ટેક્નોલોજી, બેરોજગારી, સાચી ખોટી માહિતીનો ધોધ અને એનું નિયમન, ડેટા સુરક્ષા અને વિશ્વાસ, નૈતિક જવાબદારી જેવા વિશાળ પ્રશ્નો લઇને પણ આવે છે. જે OpenAI જેવી AI કંપનીઝ અને સરકારની જવાબદારી વધારી દે છે. 1950માં AI ની સંકલ્પના આપનાર બ્રિટિશ ગણિતજ્ઞ એલાન ટુરિંગ એને વાસ્તવિકતામાં બદલવામાં મહત્વનો ભાગ ભજવનાર જ્હોન મેકાર્થી, માર્વિન મિન્સકી, એલન નેવેલ, હર્બર્ટ સિમોન અને આર્થર સેમ્યુલએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એમણે જે સર્જવામાં પાયાનો ભાગ ભજવ્યો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી મનુષ્યને આ ટેક્નોલોજીના વપરાશ માટે પોતાની ઇન્ટેલિજન્સ વાપરવા અને નહી તો એના માઠા પરિણામો ભોગવવા મજબૂર કરશે! AI ના પિતામહની ગંભીર ચેતવણી 2024માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર AI ના પિતામહ એવા જ્યોફ્રી હિન્ટને ઇનામ મેળવતી વખતે ગંભીર ચેતવણી આપી કે, AI હવે એવી દિશામાં વધી રહી છે કે તે માનવ બુદ્ધિ કરતાં વધારે હોઇ શકે છે અને ત્યારે તેનું નિયંત્રણ આપણા હાથમાંથી બહાર થઇ શકે છે માટે જ AI સલામતી (AI Safety) પર વધુ ધ્યાન આપવું જોઇએ નહીં તો ઘણા જોખમો માનવ જાતના અસ્તિત્વના પ્રશ્ન સુધી પહોંચી શકે છે! અણુબોમ્બ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી વિશ્વ અને એમાં વસતી માનવ સહિતની જીવ સૃષ્ટિ માટે આશીર્વાદ નીવડશે કે એનું અસ્તિત્વ જ ના રહે એ દિશામાં લઇ જશે એ વાત વૈજ્ઞાનિક ડાર્વિનની થીયરી મુજબ વાનરમાંથી કાળક્રમે અસ્તિત્વમાં આવેલા આજના મનુષ્યની ઇન્ટેલિજન્સ પર આધાર રાખે છે!
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની આર્થિક અસર:યુદ્ધના કારણે કંડલા,મુન્દ્રા બંદરે ઈરાન જતો 345 કરોડનો માલ અટવાયો
    Next Article
    CBSE Board Exams 2026 Live Updates: 12th English Exam Today; Check Syllabus And Marking Scheme

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment