Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની આર્થિક અસર:યુદ્ધના કારણે કંડલા,મુન્દ્રા બંદરે ઈરાન જતો 345 કરોડનો માલ અટવાયો

    12 hours ago

    મધ્ય-પૂર્વ (પશ્ચિમ એશિયા)માં વકરી રહેલા યુદ્ધની સીધી આર્થિક અસર હવે કચ્છના બે સૌથી મોટા બંદરો કંડલા અને મુન્દ્રા પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ગંભીર રીતે ખોરવાયા છે. જેના પરિણામે કંડલા અને મુન્દ્રા બંદરેથી ઈરાન નિકાસ થવા માટે તૈયાર આશરે 345 કરોડનો માલ અટવાઈ પડ્યો છે. આ પરિસ્થિતિએ સ્થાનિક નિકાસકારો અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં ભારે ચિંતા જગાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ ગંભીર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, દીનદયાલ પોર્ટ (કંડલા) પર 1લી માર્ચ સુધીના આંકડા મુજબ, અહીં 35,962 ટન ચોખા, ચા અને જીવનરક્ષક દવાઓનો જથ્થો અટવાયેલો છે. આ માલનું ‘ફ્રી ઓન બોર્ડ’ મૂલ્ય ₹305.67 કરોડ જેટલું માતબર છે. તો દેશના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા ખાતે પણ ઈરાન મોકલવા માટે તૈયાર રખાયેલો 5,676 ટન (જેની કિંમત ₹40.72 કરોડ છે) કાર્ગો જહાજોની રાહ જોઈ રહ્યો છે. ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર છે નિર્ભર ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર નિર્ભર છે. ખાસ કરીને, ઈરાન ભારતીય બાસમતી ચોખાના સૌથી મોટા અને મહત્વના ખરીદદારોમાંનું એક છે. પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. માલ પડી રહેવાથી વર્કિંગ કેપિટલ બ્લોક થઈ જ્યાં સુધી પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત નહીં થાય અને શિપિંગ કંપનીઓ પોતાનું ઓપરેશન રાબેતા મુજબ નહીં કરે, ત્યાં સુધી ગુજરાતના બંદરોથી થતો આ વેપાર ખોરવાયેલો રહેશે. માલ ગોડાઉનમાં પડી રહેવાથી નિકાસકારોની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ છે, જેને કારણે સરકાર પાસે રાહતની અપેક્ષા રખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિનિયર મહિલા પ્રોફેસરને ફરિયાદો મળી:ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલાઓની છેડતી, પાણી-ભોજનમાં ઝેર ભેળવવાના પ્રયાસ
    Next Article
    AI કંપની OpenAI અને CEO સેમ ઓલ્ટમેન્ટ:નવી પેઢી માટે કારકિર્દીની દિશા બદલનાર કંપની અને નવો રોલ મોડેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment