Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI કંપની એન્થ્રોપિકની અમેરિકન શેરબજારમાં એન્ટ્રી:IPOમાં રોકાણ કરનારાઓને 34%નો નફો, કંપનીનું મૂલ્યાંકન $2 ટ્રિલિયન પર પહોંચ્યું

    13 hours ago

    AI કંપની એન્થ્રોપિકના શેર ગુરુવારે અમેરિકન બજારમાં લિસ્ટ થયા છે. કંપનીનો શેર 83 ડૉલરના ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ 34% વધીને 111.50 ડૉલર પર લિસ્ટ થયો. આ IPOમાં એન્થ્રોપિકે કુલ 98 કરોડ શેર વેચ્યા. તેનાથી કંપનીની માર્કેટ વેલ્યુ 2 ટ્રિલિયન ડૉલર એટલે કે 187 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે, શરૂઆતની મિનિટોમાં થોડી અસ્થિરતા જોવા મળી અને શેર 101.24 ડૉલર પર આવી ગયો. તેમ છતાં રોકાણકારો લગભગ 22%ના નફામાં રહ્યા. ખાસ વાત એ રહી કે, એન્થ્રોપિકે આ તેજી ત્યારે દર્શાવી, જ્યારે સમગ્ર અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો હતો અને ડાઉ 1,029 પૉઇન્ટ ગગડી ગયો હતો. 7 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા, સ્પેસએક્સનો રેકોર્ડ તોડ્યો કંપનીએ IPO દ્વારા 81.3 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જે આ જ વર્ષે જૂનમાં ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા એકત્ર કરવામાં આવેલા 75 બિલિયન ડૉલરથી વધુ છે. આ ઉપરાંત એન્થ્રોપિકને ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એનવિડિયા જેવી ટેક કંપનીઓના અલગ-અલગ રોકાણથી 26 બિલિયન ડૉલર એટલે કે લગભગ 2.43 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. શરૂઆતના કર્મચારીઓને સૌથી વધુ ફાયદો આ IPOમાં સૌથી મોટો ફાયદો કંપનીના શરૂઆતના દિવસોમાં તેની સાથે જોડાયેલા કર્મચારીઓને થયો. ફાઇલિંગ મુજબ, 2023 સુધીમાં જેમને સ્ટોક ઑપ્શન્સ આપવામાં આવ્યા હતા, તેમની સરેરાશ કિંમત માત્ર 52 સેન્ટ એટલે કે આશરે 50 રૂપિયા પ્રતિ શેર હતી. ટેક સેક્ટરમાં ઘટાડા વચ્ચે મહત્વપૂર્ણ લિસ્ટિંગ એન્થ્રોપિકનું આ લિસ્ટિંગ એવા સમયે થયું છે, જ્યારે વૈશ્વિક શેરબજારોમાં AI સેક્ટરના ભારે ખર્ચને લઈને રોકાણકારોની ચિંતા વધી છે. ટેક કંપનીઓના વેલ્યુએશન અને ખર્ચની સ્થિરતા અંગે ઊભા થઈ રહેલા સવાલોને કારણે નાસ્ડેક-100 ઇન્ડેક્સ તેના ઉચ્ચતમ સ્તરથી 10% ઘટી ચૂક્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં ચિપ નિર્માતા કંપની એનવિડિયાથી જેન્સેન હુઆંગના બહાર થવાના સમાચારોએ પણ ટેક રોકાણકારોની ચિંતા વધારી છે. આવા વાતાવરણમાં એન્થ્રોપિકના IPOને મળેલો મજબૂત પ્રતિસાદ બજારના સેન્ટિમેન્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 6 વર્ષ પહેલાં ઓપનએઆઈથી અલગ થઈને શરૂ કરી કંપની એન્થ્રોપિકની આ સફળતા એટલા માટે પણ ખાસ છે કે, તેની શરૂઆત માત્ર 6 વર્ષ પહેલાં થઈ હતી. કેટલાક સંશોધકોએ ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈ છોડીને પોતાની અલગ કંપની બનાવી હતી. તેમનો હેતુ એવું AI તૈયાર કરવાનો હતો જે વધુ સુરક્ષિત અને વિશ્વસનીય હોય. આજે 6 વર્ષ બાદ, એ જ સ્થાપકોએ અમેરિકન શેરબજારમાં ઓપનિંગ બેલ વગાડી અને પોતાની કંપનીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની હરોળમાં ઊભી કરી દીધી. ભારતીય રોકાણકારો માટે શું ખાસ છે? એન્થ્રોપિકે પોતાના ઇન્ટરનેશનલ રિટેલ ઑફરમાં ભારતને સામેલ કર્યું ન હતું, તેથી ભારતીય રોકાણકારો સીધા IPO માટે અરજી કરી શક્યા ન હતા. પરંતુ હવે નૅસ્ડૅક પર ટ્રેડિંગ શરૂ થયા બાદ ભારતીય રોકાણકારો એવા સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ઍપ્સ મારફતે 'ANT' શેર ખરીદી શકે છે, જે અમેરિકન શેરબજારમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. 2021માં ડારિયો અમોદેઈએ શરૂ કરી હતી કંપની એન્થ્રોપિકની શરૂઆત વર્ષ 2021માં ChatGPT બનાવનારી કંપની ઓપનએઆઈથી અલગ થયેલા ડારિયો અમોદેઈ અને તેમની બહેન ડેનિએલા અમોદેઈ સહિત 7 લોકોએ કરી હતી. કંપનીની મુખ્ય પ્રોડક્ટ 'ક્લોડ' ચેટબોટ છે, જેને ChatGPTનો સૌથી મોટો સ્પર્ધક માનવામાં આવે છે. એન્થ્રોપિકનો શેર લિસ્ટ થઈ ગયો છે, તેથી તે ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જુઓ ગૂગલ ટ્રેન્ડ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાને ગ્રીનલૅન્ડમાં સૈન્ય વધારવાની મંજૂરી મળી:ડેનમાર્કની સંસદમાં મંજૂરી, ટ્રમ્પે 4 મહિના પહેલા કબજો કરવાની ધમકી આપી હતી
    Next Article
    'Buckle Up My Future Kids': Sonakshi Sinha On Rahul Gandhi's 'Lap' Remark Row

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment